મિત્રો,

છેલ્લા ઘણાં સમયથી હું નોંધી રહી છું કે USA નાં ઘણાં બધા મિત્રો રોજે રોજ blog પર આવી ચડે છે. 😍 💐 ખુશી અને આભારની લાગણી અનુભવુ છું

પણ મારી એક વિનંતી છે.

તમને blog પર શું ગમ્યું… શું ન ગમ્યું એની ટિપ્પણી આપતા રહેશો તો મને ખૂબ આનંદ થશે.

હાલ તો ઘણા વખતથી કંઈ નવું લખાતું નથી. માનસિક, શારીરિક અને સર્જનની દ્રષ્ટિએ નવું લખવાની કોઈ સજ્જતા જણાતી નથી પણ શકય છે કે તમારા કોઈ પ્રોત્સાહક ધક્કાથી હું ફરી લખતી થઈ જાઉં પણ ખરી. 😅

તમે બહોળી સંખ્યામાં મારા બ્લોગને વાંચો એ બદલ આભારી છું. 💐 🙏🏾

— નીવારાજ