105f482a4a4b9f1132cca9c74c5606ca
બે દિવસથી એક સવાલ પજવે છે ….

લખવું એટલે એક ઘણી જ સહેલી અને એક ઘણી અઘરી પ્રક્રિયા ….
મનમાં ઉઠતા તરંગોને ..પાણીમાંના અવ્યવસ્થિત….આવતા ..અલોપ થતા ..અનિયમિત  તરંગોની જેમ લખી નાખવા એવું લખવું સહેલું છે …..વિચારોને વ્યવસ્થિત ગોઠવી ..શબ્દોમાં પોરવી એક સુંદર માળા તૈયાર કરવી ..સચવાઈ શકે તેવું કશુંક તૈયાર કરવું એટલે લખવું …. એક વાક્ય કે એક ફકરાનો મેળ બીજા ફકરા કે વાક્ય સાથે હોય જ તેવું શિસ્તબદ્ધ લખી શકવું ..વાચકને સરળતાથી સમજાઈ જાય તેવું લખી શકવું ઘણું …ઘણું અઘરું છે .

સર્જનાત્મકતા એટલે પ્રેરણાશક્તિ કે પ્રેરકને છૂપાવી શકવાની શક્તિ એવી એક વ્યાખ્યા મેં ક્યાંક વાંચી હતી ….ક્યાંક ક્યારેક વાંચેલું ..સાંભળેલું કે જોયેલું આપણા મનમાં રમખાણ મચાવે અને શબ્દો રમમાણ મચાવી બહાર આવે ….એ ન્યાયે કોઈ નખશીખ મૌલિક ન હોય તે સાવ સ્વાભાવિક છે.

આપણી બધાની અલગ અલગ વિષય માટે અલગ અલગ ….અંગત ….વ્યાખ્યા હોય છે … !!

પણ લેખકની વ્યાખ્યા મારા મતે શું છે ?

૧…પોતે જેવું લખે છે તેવું જીવી શકે તે ?
૨…લેખક એટલે ક્યાંકથી વાંચેલું પોતાના શબ્દોમાં સમજાવી શકે તે ?
૩…કોઈકના વિચારો ભાષાંતર કરી પોતાના નામે પ્રસ્તુત કરે તે ?
૪…બે ચાર ચેલાઓ કે ખાસ માણસોની વાહવાહી લીધા કરે તે ?
૫…પોતાની કે કોઈની અંગત સમસ્યાઓ વિષે લખ્યા કરે તે ?
૬…વાર્તા કે લેખો દ્વારા આડકતરી રીતે કોઈ સામાજિક સમસ્યાનું સમાધાન સૂચવે તે ?
૭…શબ્દો દ્વારા સામાજિક જવાબદારી નિભાવે તે ?
૮…ઢગલાબંધ પ્રતિભાવો મેળવે તે ?
૯…એમના લેખો કે વાર્તાઓ દ્વારા લોકોને વિચારતા કરી મુકે તે ?
૧૦..અત્યંત સરળ ભાષામાં સામાન્યમાં સામાન્ય માણસના મનને ઢંઢોળી શકે તે ?
૧૧..વાચકને વિચાર યાત્રાએ લઇ જઈ શકે તે ?
૧૩..એના લખાણમાં મનોરંજન હોવું જોઈએ કે પ્રેરણા ?
૧૪.. બહુ જાણીતા હોય તે ?
૧૫..ખુબ અઘરું લખી શકે તે ?
૧૬..ખુબ ચર્ચામાં રહી શકે તે ?
૧૭..સારો સલાહકાર હોય તે ?
૧૮..કોઈ એક વિચારને વિસ્તારથી સમજાવી શકે તે ?
૧૯..નિયમિત રીતે સર્જન કરી શકે તે ?
૨૦..? ? ? ? ?

જીવનમાં કલાનું કામ શું ?

કલાનું કામ કોઈના જીવનમાં સકારાત્મક બદલાવ લાવવાનું નથી ? એ કલાની એક જવાબદારી નથી ?

કેટલાક બુદ્ધિથી વિજ્ઞાનના લેખો લખે ….કેટલાક અનુભવ પરથી પોતાના વિચારો લખે તો કેટલાક પોતાના મનમાં ઉઠતા તરંગોને ઝીલ્યા કરે ….પણ વાસ્તવિકતા ત્રણેય લખે જ છે …પણ તોય વાચક પોતાની જરૂર અને જે તે સમયની માનસિક પરિસ્થિતિ પ્રમાણે વાંચવુ  પસંદ કરે છે ..!!

તીવ્ર બુદ્ધિ , પાકટ અનુભવ કે કોમળ હ્રદય …આ ત્રણમાંથી તમને સૌથી વધુ શું સ્પર્શી જાય છે ?

તમારે મન લેખકની વ્યાખ્યા શું છે ?

tumblr_m8r7a1eyb61ryj95qo1_500

— નીવારાજ

About શૂન્યતાનું આકાશ

મોટાભાગના ...તમારા જેવી જ એક સામાન્ય વ્યક્તિ એટલે હું ..!!!! કોઈ વિશેષ યોગ્યતા કે અભ્યાસ વગર તમને પણ આવે એવા વિચારો .અનુભવાતી લાગણીઓ ...અનુભૂતિઓ ...અને એ દ્વારા પાંખો ફેલાવવાની મોકળાશ એટલે શૂન્યતાનું આકાશ...! આપણો સહવાસ ..સહકાર અને સ્નેહ ...બસ આટલું તો ઈચ્છી જ શકાય ..:)

42 responses »

 1. shweta says:

  તમે તો અમુક “લેખકો” એ ય નહિ વિચાર્યું હોય એટલું વિચારી નાખ્યું..:D

  મને તો લખે એવું જીવે એવા લેખકો વધુ ગમ્યા છે..
  મારા પ્રિય ઝવેરચંદ મેઘાણી અને ધ્રુવ ભટ્ટ ને હું એમાં ગણી શકું..

  બાકી તો વ્યાખ્યાઓ દિવસે દિવસે બદલાતી જાય છે..!!!

  • સાચું છે … જેવું લખે એવું તેવું જીવે તેવા લેખકો છે ?

   પણ તોય બધાને પોતે લેખક છે એવો ભ્રમ થાય છે 🙂

   હું ખુશ છું ..મને એવો ભ્રમ નથી કારણ એ હકીકત પણ નથી … 🙂

 2. acharyanit says:

  શબ્દો દ્વારા સામાજિક જવાબદારી નિભાવે તેમજ તરલ ,સરળ અને સમૃદ્ધ લખી જાણે તેવા અને તેમનું લખાણ મોટા સમુહને રુચે તે જ સાચો લેખક ….આતો તમે પૂછ્યું એટલે પ્રયત્ન કર્યો ……

 3. Hemant Trivedi says:

  એક બહુ સુંદર પ્રયાસ. બહુ ગમી આપની આ “જગ્યા” જરૂર થી આવતો જતો રહીશ.

 4. swati says:

  લેખક એટલે, એકદમ સરળ ભાષા માં કહીએ તો, જે નું, લખાણ સૌને સમજાય તેવું ,વાચક ને વાંચવું ગમે તેવું અને સામાજિક હિત માં હોય …તેને લેખક કહેવાય.

 5. Rajendra Joshi says:

  વાહ !!! સુંદર મનોમંથન. વિચારતા કરે એવું. ટીપ્પણી આપવાની મારી લાયકાત નથી પણ ઝમ્પલાવું છું. આપના સવાલને address કરવો હોય તો આપે જે વ્યાખ્યાઓ આપી છે એને ત્રણ ભાગ માં વહેચી શકાય.

  અ) આવા ને તો લેખક ના જ કહેવાય …… A BIG NO
  બ) કદાચ કહેવાય પણ એ વ્યાખ્યા કરનાર પર નિર્ભર છે …… GRAY AREA
  ક) હા, આ લેખક કહેવાય …..

  અ) આવા ને તો લેખક ના જ કહેવાય …… A BIG NO
  ૨…લેખક એટલે ક્યાંકથી વાંચેલું પોતાના શબ્દોમાં સમજાવી શકે તે ?
  ૩…કોઈકના વિચારો ભાષાંતર કરી પોતાના નામે પ્રસ્તુત કરે તે ?
  ૪…બે ચાર ચેલાઓ કે ખાસ માણસોની વાહવાહી લીધા કરે તે ?
  ૫…પોતાની કે કોઈની અંગત સમસ્યાઓ વિષે લખ્યા કરે તે ?
  ૮…ઢગલાબંધ પ્રતિભાવો મેળવે તે ?
  ૧૪.. બહુ જાણીતા હોય તે ?
  ૧૫..ખુબ અઘરું લખી શકે તે ?
  ૧૬..ખુબ ચર્ચામાં રહી શકે તે ?
  ૧૭..સારો સલાહકાર હોય તે ?
  ૧૮..કોઈ એક વિચારને વિસ્તારથી સમજાવી શકે તે ?

  બ) કદાચ કહેવાય પણ એ વ્યાખ્યા કરનાર પર નિર્ભર છે …… GRAY AREA
  ૧…પોતે જેવું લખે છે તેવું જીવી શકે તે ?
  ૭…શબ્દો દ્વારા સામાજિક જવાબદારી નિભાવે તે ?
  ૧૧..વાચકને વિચાર યાત્રાએ લઇ જઈ શકે તે ?
  ૧૯..નિયમિત રીતે સર્જન કરી શકે તે ?

  ક) હા, આ લેખક કહેવાય …..
  ૬…વાર્તા કે લેખો દ્વારા આડકતરી રીતે કોઈ સામાજિક સમસ્યાનું સમાધાન સૂચવે તે ?
  ૯…એમના લેખો કે વાર્તાઓ દ્વારા લોકોને વિચારતા કરી મુકે તે ?
  ૧૦..અત્યંત સરળ ભાષામાં સામાન્યમાં સામાન્ય માણસના મનને ઢંઢોળી શકે તે ?
  *********
  નોંધ :
  ૧૨ નંબર આપના લીસ્ટ માં નથી આવતો પણ ૧૩ (એના લખાણમાં મનોરંજન હોવું જોઈએ કે પ્રેરણા ?) ના બે ભાગ છે. મનોરંજન (અ) માં આવશે અને પ્રેરણા (ક) માં. ૨૦ માં નંબરે એક વિશેષતા ઉમેરી શકાય “જેની આવનારી રચનાઓ માટે વાચકવર્ગ તલપાપડ હોય)

 6. આપણા મનની વાત જે આપણે વ્યક્ત ન કરી શકતા હોય એ લખી આપે એ લેખક. પહેલાં વાચક તરીકે અમુક લેખકો આ કારણેજ ગમતા અને હવે જયારે ફૂલ ટાઈમ લેખક થયો છું ત્યારે વાચકો મને આમ જ કહે છે કે અમે જે નથી લખી શકતા એ તમે લખી આપો છો એટલે અમને આનંદ થાય છે.

 7. Rina says:

  Difficult question.
  પણ મને લાગે છે જે ઉઠાંતરી કર્યા વગર , પોતાના વિચારો ને શબ્દોમાં ઢાળી શકે તે લેખક. વિચાર મળતા હોય પણ શબ્દો તો મૌલિક હોવા જોઈએ .
  ભાષાની સરળતા કદાચ relative છે. જે મારા માટે અઘરું હોય એ બીજાને સહેલું લાગી શકે. એટલે બધાને પોતાનો વાચક વર્ગ આ બાબતે તો મળી જ જાય જો content સારુ હોય..

 8. હિમતભાઇ મેહતા says:

  આપણા સમાજ માં વાંચન કરનાર સરળ ભાષા સમજી શકે છે ખુબ જ અલંકારિક ભાષા ઘણી વખત ના સમજી શકનાર પુસ્તક બાજુ માં મૂકી દે છે .અને ખુબ અલંકારિક ભાષા સમજદાર વર્ગ ખુબ ઓછો છે ,દાખલા તરીખે અખાના ના છપ્પા લોક જીબે જલ્દી ચડી જાય છે .અને અઘરા છંદ માં લખેલ રચના ખુબ સારી હોવા છતાં સામન્ય લોક જીબે જલ્દી નથી ચડતા ..જોકે આ મારો અંગત મત છે

 9. હિમ્મત વ્યાસ says:

  હૃદયથી લખાયેલું, લેખકે ૫ોતે અનુભવેલું સંવેદન જયારે તેના વાંચક સમક્ષ મૂકે ત્યારે તેનુ કર્મ કોઈના જીવનમાં સકારાત્મક બદલાવ લાવી શકે છે. અને હા તેના માટે ઓછા શબ્દ ભંડોળમાં ૫ણ કામ ચાલી શકે, બહુ અઘરું લખીને ન તો વાંચકને સમજાય કે શું કહેવા માંગે છે. જલન માતરી સાહેબનો એક શેર છે જગતના તત્વજ્ઞાનીઓમાં મારું નામ બોલાશે , સરળ વાતો હું જયારે ચૂંથતા શીખી ગયો હોઈશ ….

 10. antani megha says:

  lekhak atle….j sari ane sachi rite vicharo ne shabd ma ma vykt kari shake e……… ane sparshe too….. તીવ્ર બુદ્ધિ , પાકટ અનુભવ કે કોમળ હ્રદય….. aa traney sathe hoy to …… vadhu sparshe.

 11. Ajay Panchal says:

  પોતાની અને આસપાસ માં જીવાતી જિંદગીઓ માંથી, પરિચયમાં આવેલા પાત્રો માંથી, અનુભવાઈ ગયેલા પ્રસંગો માંથી મળેલા કથાવસ્તુને કલ્પનાનો રંગ ચડાવી વાચકો સામે રસસભર રીતે રજુ એ લેખક.

 12. Ajaz khan Baluch says:

  સરળ ભાષામાં ચોટદાર અભિવ્યક્તિ કરી શકે અને વાંચવા વાળો તલ્લીન થઇ ને “મને કૈંક મળે છે ” એવા ભાવ સાથે લેખ કે રચના ને અપનાવે ……..એ જ સાચો લેખક ………( હવે લખે છે તો પ્રતિભાવ ની તો આશા રાખે જ ને !…..)

 13. Lekhak kai ek prakarna na hoy ane upar lakhela badhaj guno enama varafarati lekh ane sanjog pramane aavi shake..Consistency pan joyie ane gyan pan joyiye..samjavvani takat joyiye ane lokone vichar karta kari muke evu observation joyiye…Baki lakhata lahiyo nipaje bhanta pandit thay char char gav chalta lambo panth kapay..Badha kai em sidha mahan lekhak na bani jay pahela 5 manso vanche pachhee 15 vache..em karta karta loko kayam vanchava lage to samajavu ke aapde agal vadhya ane jo loko pratibhav aapta bandh thay jay..to samajavu ke haji thodu vadhare kam karvanu baki chhe..

 14. લેખક અને વાચક ની વેવલેન્થ મેચ થતી હોય તો એ લેખન વખાણાય, નહિતર વગોવાય !! આ છે નિષ્કર્ષ. કોઈ એક લેખક તમામ વાચક ની રસપૂર્તિ નાં કરી શકે ,એમ કોઈ એક વાચક બધા લેખકો ને પસંદ કે નાંપસંદ નાં કરી શકે.

 15. Jayshree Joshi says:

  તમારો પ્રશ્ન છે લેખક કોને કહેવાય તો મારો પ્રશ્ન છે લેખક એટલે તમને શું અભિપ્રેત છે ???
  હું લેખક એટલે સર્જક એમ વિચારીને અહીં મારા વિચારો પ્રસ્તુત કરું છું ,,,,ટૂંકમાં હું મારો દૃષ્ટિકોણ રજુ કરું છું

  ૧…પોતે જેવું લખે છે તેવું જીવી શકે તે ?
  ૨…લેખક એટલે ક્યાંકથી વાંચેલું પોતાના શબ્દોમાં સમજાવી શકે તે ?
  ૩…કોઈકના વિચારો ભાષાંતર કરી પોતાના નામે પ્રસ્તુત કરે તે ?
  ૪…બે ચાર ચેલાઓ કે ખાસ માણસોની વાહવાહી લીધા કરે તે ?
  ૫…પોતાની કે કોઈની અંગત સમસ્યાઓ વિષે લખ્યા કરે તે ?
  ૬…વાર્તા કે લેખો દ્વારા આડકતરી રીતે કોઈ સામાજિક સમસ્યાનું સમાધાન સૂચવે તે ?
  ૭…શબ્દો દ્વારા સામાજિક જવાબદારી નિભાવે તે ?
  ૮…ઢગલાબંધ પ્રતિભાવો મેળવે તે ?
  ૯…એમના લેખો કે વાર્તાઓ દ્વારા લોકોને વિચારતા કરી મુકે તે ?
  ૧૦..અત્યંત સરળ ભાષામાં સામાન્યમાં સામાન્ય માણસના મનને ઢંઢોળી શકે તે ?
  ૧૧..વાચકને વિચાર યાત્રાએ લઇ જઈ શકે તે ?
  ૧૩..એના લખાણમાં મનોરંજન હોવું જોઈએ કે પ્રેરણા ?
  ૧૪.. બહુ જાણીતા હોય તે ?
  ૧૫..ખુબ અઘરું લખી શકે તે ?
  ૧૬..ખુબ ચર્ચામાં રહી શકે તે ?
  ૧૭..સારો સલાહકાર હોય તે ?
  ૧૮..કોઈ એક વિચારને વિસ્તારથી સમજાવી શકે તે ?
  ૧૯..નિયમિત રીતે સર્જન કરી શકે તે ?
  ૨૦..? ? ? ? ?

  લેખક એટલે શું?? ખુબ અઘરો પ્રશ્ન। ..

  તમે પહેલો વિકલ્પ આપ્યો છે

  ૧…પોતે જેવું લખે છે તેવું જીવી શકે તે ? આવું કામ લેખકનું નથી સંત કે મહાપુરુષનું છે જે લોકોની સમક્ષ સરસ આદર્શ જીવનનો નમૂનો પ્રસ્તુત કરવા માંગતા હોય

  ૨…લેખક એટલે ક્યાંકથી વાંચેલું પોતાના શબ્દોમાં સમજાવી શકે તે ?,,,,, આ ય લેખકનું કામ નથી આ તો શિક્ષકનું કામ છે.

  ૩…કોઈકના વિચારો ભાષાંતર કરી પોતાના નામે પ્રસ્તુત કરે તે ?,,,,આ પણ લેખકનું કામ નથી આ તો રૂપાંતર કહેવાય

  ૪…બે ચાર ચેલાઓ કે ખાસ માણસોની વાહવાહી લીધા કરે તે ?,,,,,આવું કરે તેને લેખક કહેવાય??? ,,,આ તો ટેગીયાવનું કામ

  ૫…પોતાની કે કોઈની અંગત સમસ્યાઓ વિષે લખ્યા કરે તે ?,,,,થોડોક વખત આમાં કોઈને રસ પડી શકે કાયમ માટે નહીં ને લેખકનું કામ વાસ્તવિકતાનું નિરૂપણ કરવાનું નથી ,,,,ને લોકો કોઈ પણ સાહિત્ય કૃતિ પાસે તાણમુક્ત થવા જતા હોય છે એટલે સમસ્યાઓમાં ડૂબવું ભાવકને કાયમ મંજૂર નથી હોતું..

  ૬…વાર્તા કે લેખો દ્વારા આડકતરી રીતે કોઈ સામાજિક સમસ્યાનું સમાધાન સૂચવે તે ?,,,લેખકનું કામ સામાજિક સમસ્યાઓનું સમાધાન કરવાનું નથી જ નથી એ સામાજિક કાર્યકરનું કામ છે.

  ૭…શબ્દો દ્વારા સામાજિક જવાબદારી નિભાવે તે ?,,,,લેખક હંમેશા કલાનું નિર્માણ સામાજિક જવાબદારી નિભાવવા નથી કરતો એ પોતાની સૃષ્ટિનો સ્વયમ બ્રહ્મા કહેવાય છે,,,સાહિત્ય કૃતિ પાસે વાચક અદ્ભુત ને કલ્પનાની સૃષ્ટિમાં વિહાર કરવા,,,મનોરંજન માટે જાય છે દરેક વખતે પોતાની સમસ્યાનો ઉકેલ શોધવા જતો નથી ,,,,શબ્દો દ્વારા સામાજિક જવાબદારી નિભાવનાર કે સામાજિક સમસ્યાઓનો ઉકેલ દર્શાવનારને તમે બોધ કથા લેખક કહી શકો

  ૮…ઢગલાબંધ પ્રતિભાવો મેળવે તે ?,,,દરેક શ્રેષ્ઠ સર્જક હંમેશા ઢગલાબંધ પ્રતિભાવો મેળવે એવું કઈ જરૂરી નથી ક્યારેક સર્જકની કક્ષાનો ભાવક હોય તો જ કૃતિને માણી શકે એનો અર્થ સર્જક નિષ્ફળ છે એવો થતો નથી કેટલુક સાહિત્ય સમજવા સુસજ્જ ભાવક હોય એ પણ એટલું જ જરૂરી છે.

  ૯…એમના લેખો કે વાર્તાઓ દ્વારા લોકોને વિચારતા કરી મુકે તે ?,,,જરૂરી નથી જયારે સમાજ ઉપયોગી કે સમાજ ખાતર કલાનું નિર્માણ થયું હોય ત્યારે ને ત્યારે જ એમની વાર્તાઓ કે કૃતિઓ લોકોને વિચારતા કરી મુકે લેખ લખે તે પણ લેખક તો કહેવાય જ પણ તમે લેખકનો અર્થ શું કરો છો એ ય સમજવું જરૂરી છે.

  ૧૦..અત્યંત સરળ ભાષામાં સામાન્યમાં સામાન્ય માણસના મનને ઢંઢોળી શકે તે ?,,,,આવી તાકાત તો સત્યમાં જ હોય ને સત્યનું આલેખન એ સાહિત્ય કહી શકાય જો આત્મકથા કે જીવન ચરિત્ર હોય તો ક્યારેક કોઈ અહેવાલ પણ હોઈ શકે

  ૧૧..વાચકને વિચાર યાત્રાએ લઇ જઈ શકે તે ?,,,,વાચકને વિચારયાત્રા એ લઇ જવાનું કામ ફિલસૂફનું છે ,,,દરેક વખતે લેખકનું આ કામ નથી

  ૧૩..એના લખાણમાં મનોરંજન હોવું જોઈએ કે પ્રેરણા ?,,,,કોઈ પણ લેખ વાર્તા /કૃતિ દરેક ભાવક જુદા જુદા ઉદ્દેશથી વાંચે છે એટલે એનો કોઈ નિશ્ચત હેતુ હોય એવું કાયમ શક્ય નથી

  ૧૪.. બહુ જાણીતા હોય તે ?,,,,બહુ જાણીતા હોય તે ?? જરૂરી નથી કે દરેક સારા લેખક બહુ ખ્યાતનામ હોય ,,,ને બહુ જાણીતા હોય તે સારા લેખક હોય જ ,,,જાણીતા હોવું એ કોઈ લેખક માટેનો માપદંડ નથી.

  ૧૫..ખુબ અઘરું લખી શકે તે ?,,,,ક્યારેય માત્ર અઘરું લખીને જ કોઈ પોતાને લેખક માને તો એનાથી શું ?જો પ્રત્યાયન ના થાય તો એ સાહિત્ય બહુ સીમિત વર્ગ સુધી જ પહોંચે ,,,ને માત્ર અઘરા લખાણથી શું થાય એમાં કોઈ સાર,,,એનું કોઈ સૌન્દર્ય પણ હોવું જોઈએ

  ૧૬..ખુબ ચર્ચામાં રહી શકે તે ?,,,ચર્ચામાં રહી શકે તે લેખક કહેવાતો હોય તો પોર્ન સાહિત્ય લખનાર શ્રેષ્ઠ લેખક કહેવાશે ??? ,,,આ કોઈ માપદંડ નથી જ

  ૧૭..સારો સલાહકાર હોય તે ?,,,,લેખક એ કોઈ માર્ગદર્શક કે કાઉન્સેલર નથી સલાહો આપવાનું કામ સંતો/સાધુપુરુષો ને શિક્ષકો તથા વડીલો માટે રહેવા દો

  ૧૮..કોઈ એક વિચારને વિસ્તારથી સમજાવી શકે તે ?,,,લેખકનું કામ વિચાર વિસ્તાર કરવાનું નથી નુતન દૃષ્ટિકોણથી કોઈ વિચારને રજુ કરે તે સર્જક

  ૧૯..નિયમિત રીતે સર્જન કરી શકે તે ?,,,,મન/મગજ કાયમ કોઈની આજ્ઞા મુજબ વર્તતા નથી નિયમિત રીતે લેખન કરનાર કોઈ કટાર લેખક હોય શકે જે લાંબા ગળે પોતાનું જ પુનરાવર્તન કરીને નિ:રસ બની જાય છે.

  20 મારા માટે લેખક એટલે કે સર્જક જો કશાને વફાદાર હોય તે માત્ર ને માત્ર કળા ને હોય છે,,,તે પોતાની કાલ્પનિક અદ્ભુતની સૃષ્ટિનો પોતે નિયંતા હોય છે,,,તે સમાજમાં રહે છે એટલે તેની કૃતિઓમાં સામાજિક સમસ્યાઓથી શરુ કરી જીવનની પ્રત્યેક બાબતનું નિરૂપણ આવી શકે પણ તે દર વખતે કોઈ સામાજિક સંદેશ કે વિચાર પ્રેરક કૃતિ બને એવું કંઈ જ જરૂરી નથી એ પોતાના દૃષ્ટિકોણથી કોઈ પણ મુદ્દા કે સમસ્યા,,બાબતને વધુ રંગીન બનાવી શકે બની શકે તમે એની સાથે સહમત હો ના પણ હો એને તેનાથી કોઈ ફરક નથી પડતો એ કૃતિ તમારી સમક્ષ એટલે ભાવક સમક્ષ મૂકે એટલે એની પરથી એનો એકાધિકાર સમાપ્ત ,,,કોઈ સર્જક આ કૃતિનો આ જ અર્થ કરવો એવું કહી શકે નહિ ,,,કૃતિને દરેક ભાવક પોતાની બુદ્ધિ/મતિ પ્રમાણે મુલવી શકે ને જે કૃતિમાંથી વધુમાં વધુ અર્થ ભાવક નીપજાવી શકે તે કૃતિ તેટલી સફળ,,,કારણકે સાહિત્યને સંગોપનની કલા કહી છે સાહિત્યકારે કશું ય સીધેસીધું કહેવાનું હોતું નથી એ અહેવાલ લેખક નથી ,,,એણે યથાતથ સામાજિક સમસ્યાઓનું નિરૂપણ કે નિરાકરણની ચર્ચા કરવાની નથી એ કોઈ વિચારક કે પત્રકાર કે સામાજિક કાર્યકર નથી ,,,અહી મારે માટે લેખક એટલે સાહિત્યકાર જ અભિપ્રેત છે ,,,જે કલાકાર છે ને દરેક કલાકાર એ સ્વપ્ન સૃષ્ટિનો રચયિતા હોય છે વાસ્તવનો નહીં

 16. kavyendu says:

  આપ લેખકની વ્યાખ્યા શોધો છો? શાબ્દિક રીતે લખે તે લેખક, પછી ગમે તે લખે,પત્રલેખક હોય કે ફિલસુફી લખે , બંને લેખક તો કહેવાય, અંગ્રેજીમાં writer અને author બે સ્પષ્ટ ભાગ છે, writer ગમે તે વિષય/વિષયો ઉપર લખી શકે છે, અને એ અંગે એની કોઈ જવાબદારી બનતી નથી, જયારે author લખે છે ત્યારે એમાં જે તે ક્ષણે એ સત્યતાની નજીક હોય છે,એમાં એની authority છે, પછી એ લખાણ લોકભોગ્ય હોય કે ન પણ હોય, દાખલા તરીકે, વિનોબા ભાવેની ગીતા અંગે ની ટીપ્પણી, કે કાકાસાહેબના પ્રવાસ વર્ણન,
  આજકાલ ઘણા લેખકો, ઘણો મોટો ચાહકવર્ગ ધરાવે છે, તેઓના લખાણોમાં સતત કોઈને કોઈ રેફરન્સ — અનેક રેફ્રરન્સીસ આપીને પોતે ખુબ મોટા ચિંતક સાબિત કરીને આગવું સ્થાન ભોગવે છે, પ્રશ્ન એ છે કે એમણે જે વાંચીને લખ્યું છે એમાં એમનો વાંચવા સિવાય અને સારા લખાણ સિવાય, ફાળો શું? બાકી તો આપે આપેલા options માં તો, બધા જ જે તે option માં પડતા બધા જ પોતાને મહાન લેખક કહી શકે,
  પણ એમાં એક વાત છે કે સારા લેખક/કવિ/વિચારક બધા જ જો પોતાના લખાણ કાલ પછી પણ ચાર દાયકા વંચાતા રહે એને સારા લેખક કહી શકાય, જેમાં શ્રી ક.માં.મુનશી, ગો.ત્રિપાઠી, ધૂમકેતુ, જેવા અને શ્રી ઝવેરચંદ મેઘાણી અને એવા ઘણા સાહિત્ય સર્જકો આવી શકે, હાલના લેખકો ને આગલી પેઢી મુલવશે,
  (2) શ્રી રાજેન્દ્ર જોશીના જવાબ સાથે સહમત છું.

 17. patelraju says:

  લેખક અને લેખનને વ્યાખ્યામાં બાંધવાની હરકત શીદને ?
  લખવું એક પ્રતિક્રિયા છે. જાત સામેની અને વિશ્વ સામેની પ્રતિક્રિયા. પ્રતિક્રિયાનું બંધારણ ન હોય.
  લેખક મને એવા પત્રકાર જેવો લાગે છે જે ક્ષણોની દરમિયાન ના અવકાશની હલચલનું વૃતાંત લખતો હોય છે.
  અસ્તુ.

 18. Rajendra Joshi says:

  In today’s context, this refresher was required.

 19. lata kanuga says:

  Ĺekhak etle saral bhasha ma potaani abhivyakti
  Kare chataa e badha ne potiki laage.
  Aa to mara man ni vaat kari no bhaav
  Sahaj thay. Ne e lekhak ni kruti fari kyaare
  Vaachvaa male evi talaveli thay…
  Ena lakhaan ma kaik sandesh hoy to pan
  Shbdo no bhar n hoy.
  Baaki to thotha gyaan ne vaah vaahi maa
  Atvai jay pan pan aam vaachak ne n samji sake e lekhak n kevaay.

 20. Ashwin Majithia says:

  vaah..so much written and so many responded…
  definately a thot provoking article it seems..
  me too want to share my feelings.may be when free enuf which m sure will be very soon..

 21. aa to have ssamjayu. 🙂

 22. સુંદર મનોમંથન સાથે વ્યક્ત કરેલ વાતનો પ્રશ્ન પણ એટલો જ રોચક છે….. અત્યારે શું સદીઓથી જ દરેક કાર્યને અંગત અને વ્યવસાયિક એમ બે ભાગમાં જ વહેંચી લેવામાં આવેલ છે… અને એ આધારે હું અહીં મારો અંગત અભિપ્રાય આપું …

  1. જો વ્યક્તિ વ્યવસાયિક ધોરણે લેખક છે તો એનામાં સર્જનાત્મકતાનું સ્તર થોડું વધુ ઊંચું હશે અન્ય લેખકોની સરખામણીમાં એનો અર્થ એવો નથી કે જેઓ વ્યવસાયિક લેખકો નથી તેઓનું લખાણ આપણને નહીં સ્પર્શે… ક્યારેક એ લખાણ કોઈપણ ઊંચામાં ઊંચા સ્તરના લખાણને પણ મ્હાત કરે તેવું હોઈ શકે… જે વ્યવસાયિક લેખક છે તેની લેખનશક્તિ એવી હશે કે કોઈપણ શબ્દ આપો તેના પર તે ઘણું લખી શકે અનેક ઢાંચામાં ઢાળીને લખી શકે… મેં ક્યાંક વાંચેલુ અત્યારે અહીં ટાંકુ છું કે એક લેખક હોય તે જરૂર કવિહૃદય હોય છે… હૃદયથી સ્હેજ માં શબ્દો એને સ્ફુરે… મૂળે હૃદય તેમાં અગત્યનો ભાગ ભજવે છે… પોતાની આસપાસની સૃષ્ટિથી લઈને કોઈપણ સારામાં સારી કે નરસામાં નરસી ઘટનાને તે પોતાનાં હૃદયથી અનુભવી નહીં શકે ત્યાં સુધી એ ઉત્તમ કક્ષાનું લખી જ નહીં શકે….

  2. હવે વાત આવે વાચકવર્ગની તો એ તો ઘેટાં જેવું છે… એવરેજ લાગતું દરેક એને સ્પર્શી જ જશે.. અને છતાં એવું બનતું હોય છે કે લોકો એ જ વાંચે છે એમને ગમે છે… કારણ દરેક કૃતિમાં સામાન્ય વ્યક્તિ પોતાની જાતને શોધવા મથે છે…અને એ જ્યારે મળી જાય છે ત્યારે એ એને અનુસરે છે….

  3. લખાણમાં કોઈપણ તત્વ હોય તે તત્વને વળગીને રહી શકાય એવું લખાણ લખી શકે તે જ સાચો લેખક… કદાચ આ જ વ્યાખ્યા એની ઉચિત હશે મારા મતાનુસાર… કારણ વાત કરે રડવાની અને હાસ્ય પ્રસંગો ન શોભે અને એજ રીતે જ્યારે કોઈ ખૂબ નાજુક વાત રજૂ કરવાની હોય તેની સાથે અનૂકૂળ સંજોગ અને ઘટનાઓ સર્જીને જે લખી શકે અને પીરસી શકે તે સાચો લેખક… બાકી તો એનાં ક્યાંય વર્ગો નથી હોતા અને ક્યાંક રડ્યાખડ્યા ચાલતાં પણ હોય તો એ માત્ર પ્રયત્નોથી લેખક જન્મ નથી લેતાં… સમજણ ( વાતને મૂલવવા માટે).. હૃદય ( પ્રસંગને અનુરૂપ સંવેદી શકવા માટે)… તર્ક ( યોગ્ય અયોગ્યનો નિર્ણય કરવા માટે… જ્ઞાન ( જે તે વિષયને સંપૂર્ણ બનાવવા માટે)…. જો બધાનો સમન્વય હશે તો જ લેખન ઉત્તમ હશે…..

 23. kaushik dixit says:

  ૨૦..? ? ? ? ?
  લેખક, કવિને હું કલાકારની શ્રેણીમાં મુકું છું. એ સૌ પ્રથમ પોતાના માટે લખે છે, રહેવાતું નથી વટલે લખે છે. ક્યાંક મનમાં ભરાએલો સુખ, દુઃખ, કરુણા કે વિષાદનો ડૂમો દુર કરવા લખે છે. તમે જે પ્રશ્નાર્થ સાથે ૨૦ વ્યાખ્યાઓ રજુ કરી છે તે પૈકી એક અથવા વધારે કે એકે ય લાગુ પડતી ન હોય, તે વ્યક્તિ પણ ‘લેખક’ની કેટેગરીમાં આવી શકે.
  ૧…પોતે જેવું લખે છે તેવું જીવી શકે તે ?
  પોતે જેવું લખે એવું જીવી શકવાની વ્યાખ્યામાં તો, મને લાગે છે કે ગાંધીજી જેવા બે-ચાર રડ્યા-ખડ્યા લેખકો સિવાય ભાગ્યે જ કોઈ આવી શકે. પ્રેમની બારીકીઓને વર્ણવી રડાવી શકનારઅનેક લખાનારણે હું ઓળખું છું કે જે અંગત જીવનમાં અતિ રુક્ષ અને લાગણીશુન્ય જણાયા છે. આ ગુણ લેખકમાં હોઈ શકે, પણ લખક બનવા/કહેવડાવવા અનિવાર્ય નથી.
  ૨…લેખક એટલે ક્યાંકથી વાંચેલું પોતાના શબ્દોમાં સમજાવી શકે તે ?
  ૩…કોઈકના વિચારો ભાષાંતર કરી પોતાના નામે પ્રસ્તુત કરે તે ?
  મારા મતે આ ક્રમાંક ૨ અને ૩ ની વિભૂતિને હું લેખક નથી ગણતો. તેઓ મૌલિક નથી એટલા માટે. તેઓ સારા સમજાવનાર, ભાષાઓના સારા જ્ઞાતા જરૂર. પણ તેમના ચિત્તમાં કોઈ દર્શન નથી, જેને તેઓ શબ્દમાં ઉતારે. કાજલ ઓઝા વૈદ્યને હું આ કારણસર લેખક નહિ કહું. વક્તા ખરા. પણ વક્તા બીજાની મુડીએ વેપાર કરનાર વેપારી છે.
  ૪…બે ચાર ચેલાઓ કે ખાસ માણસોની વાહવાહી લીધા કરે તે ?
  એક બીજાના વાંસા ખંજવાળી આપનારું આ ગ્રુપ લેખક કેવી રીતે ગણાય?
  ૫…પોતાની કે કોઈની અંગત સમસ્યાઓ વિષે લખ્યા કરે તે ?
  ૬…વાર્તા કે લેખો દ્વારા આડકતરી રીતે કોઈ સામાજિક સમસ્યાનું સમાધાન સૂચવે તે ?
  ૭…શબ્દો દ્વારા સામાજિક જવાબદારી નિભાવે તે ?
  આ ત્રણેય કોઈક કલાત્મક રીતે, પોતાનો મુદ્દો વાંચવો ગમે તેવો બનાવીને મુકતા હોય તો તે લેખક સાચા. શબ્દનો ઉપયોગ કરનાર બધા લેખક નથી. પણ આમાં હું ઉપદેશકો ણે ગણાતો નથી. છાપામાં મૂંઝવણ અને ઉકેલની કોલમ ચલાવનારણે હું લેખક નથી ગણતો.
  ૮…ઢગલાબંધ પ્રતિભાવો મેળવે તે ?
  ૯…એમના લેખો કે વાર્તાઓ દ્વારા લોકોને વિચારતા કરી મુકે તે ?
  ૧૦..અત્યંત સરળ ભાષામાં સામાન્યમાં સામાન્ય માણસના મનને ઢંઢોળી શકે તે ?
  નંબર ૮ ઉપર આવેલ વ્યક્તિ લેખક હોય પણ ખરી અને ણ પણ હોય. સારા પ્રતિભાવો જો મહાશય ના હોદ્દાને કે પ્રતિષ્ઠા કે સંપત્તિના જોરે મળતા હોય. તો ના, એ લેખક શેના?
  ૯ અને ૧૦ ક્રમાંક ઉપર સાચા લેખકો બેઠા છે.
  બધી કેટેગરીને હું લેખક કે નોન-લેખક તરીકે જુદા નહિ પડું.
  ૧૩..એના લખાણમાં મનોરંજન હોવું જોઈએ કે પ્રેરણા ?
  મનને ગમે એવી રીતે પ્રેરણા દાયી લખાણ હોય તો ભલે. પણ લેખકે હમેશ પ્રેરણાદાયી જ લખવું જોઈએ એવું બંધન હું લખક હોઉં તો સ્વીકારું નહિ. સાહિત્યના ઘણા રસો છે. તેમાનો કોઈ પણ અજમાવીને સારું સર્જન કરી શકે તે લેખક. સમાજ સુધારણા થવી જોઈએ તેમન લખાણ થી, લોલો મોરલ થવા જોઈએ તેમન લખાણથી- એમ કહી ણે લેખકોને ફરીસ્તાની કેટેગરીમાં કેમ લઇ જવા?
  ઘણા એવાય છે, જેમને લેખક ગણાવાની ખેવના નથી. નિજાનંદ માટે, હળવા થવા માટે, શોખને કારણે લખતા હોય છે. તેમની ડાયરીઓની બહાર તેમના લખાણો નીકળતા નથી. ઘણા લોકો સુંદર પત્ર લેખન કરતાં હોય છે. હું તો એમને પણ લેખક જ કહું. ભલે તેમનું લખાણ એક વ્યક્તિ પુરતું જ હોય છે. પણ જે તમારે કહેવું છે, તે રસપ્રદ રીતે convey કરી શકાય છે, એનો જવાબ જો “હા”´હોય તો તમે લેખક.
  લેખક તરીકેની પ્રસિદ્ધિ, અને લોકાદર મળે કે કેમ તેણે હું ગૌણ ગણું છું.
  હું તો fb ઉપર સારી કોમેન્ટ લખનારને/વાંચવી જ પડે તેવી પોસ્ટ મુકનારને પણ લેખક કહેવા જેટલો ઉદાર છું. તમારા ફ્રેન્ડલીસ્ટમાં જે ૨-૫ હજાર મિત્રો છે તેમાંના ઘણાને મારા હાથે લેખક હોવાનું પ્રમાણપત્ર હું મારા આ લખાણથી આપું છું.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s