‘ક’ મારા નામનો પહેલો અક્ષર મને પહેલાં જ શીખવા મળ્યો. ભણતરનો સમય નીકળી ગયા પછી ભાષા પ્રત્યેની જાગૃતી અને માન વધી ગયું. કહેવાય છે ને? કે બાર ગાઉ ચાલીયે ત્યાં ભાષા બદલાય. બોલવાની લઢણમાં ફરક હોય પણ શુધ્ધ ભાષા એને સ્થાને અચળ છે. માતૃભાષા દિવસે જ મારી કડી પોસ્ટ થઈ છે એમાં આનંદ બેવડઈ ગયો! ફેસબુકની સફરે મને ઘણું આપ્યું છે. આ કથા કડીનાં સુત્રધાર નિવાબેન પણ એમાં જ મળ્યાં. ૨૦૧૨માં મારા ફિમેઈલ ગૃપની શરુઆતમાં જ “ખાતી નથી પીતી નથી.” ઢીંગલી ગીત મૂક્યું હતું. એ વડિલ સખીનો લાડ યાદ રહી ગયેલો. બ્લોગ વિશે પણ ઘણી વખત માહિતી અને ચર્ચા કરતી એમની પાસે. પહેલા જ દિવસથી કડીની લિંક સાથે ટેગ કરી. ‘પછી નિરાંતે વાચું.’ મેસેજ કરી દીધો’તો મેં. રોજ રાતે વાંચી લેતી. રસ પણ પડવા લાગ્યો. દીદીના એક જ વખતનાં મેસેજ પછી મેં કહી દીધું કે, ‘મારી જગ્યા રાખજો.’ સાતમો હપ્તો આવે ત્યાં સુધીમાં ઓન્લાઈન જીવનમાં ભૂકંપ આવ્યો હોય એમ મારું જૂનું ફેસબુક પ્રોફાઈલ બંધ થઈ ગયું. નવું આઈ.ડી બનાવીને મેસેજ કર્યો દીદીને. “તમારો વારો આવશે એટલે ગૃપમાં એડ કરીશ.” એવું દીદીનાં જવાબથી ખુશ થઈ. ત્યારે ૧૯-૨૦ કડી સુધી સફર પહોચી ગઈ હતી. વાર્તાએ મજબૂતી પકડી. બહારથી ખો-ખોની રમત જેવી સરળ લાગતી કથા કડી. વાર્તા શિબિર કે વર્કશોપ સમું ગૃપમાં દાખલ થયા બાત મુદ્દાઓ; ચર્ચાઓ જોઈ પરસેવો છૂટી જાય. એકલવાયા ભાવજગત અને વિચારોનાં વેગે તો ઘણું લખાઈ જાય; આમ સહિયારા પ્રયાસમાં સૌનો સધિયારો લેતે લખવાનો અનુભવ રોલરકોસ્ટર રાઈડ જેવો રહ્યો! નિબંધ ન લાગવો જોઈએ, વર્ણનમાં અતિશયોક્તી ન હોય, પાત્રોને વાચાળ/ બોલકાં રાખો.. એક એક ફકરા સાથે કેટલું બધું!! ક્ષતિમાંથી જ શીખવા મળે છે; શીખનારનું જીવન હંમેશા વહેતું રહે છે સ્થગિત થતું નથી. સતત મારા માટે ઉજાગરો કર્યો અને જાગ્રતપણે કડીને ન્યાય આપવા પ્રોત્સાહિત કરી (સૌએ)માં ૨૬ નામ સમાવું છું. બાલિશ સવાલોનાં પરિપકવ જવાબો આપતી આખી કથા કડી ટીમનો આભાર સાથે હવે પછીનાં લેખકને ‘ખો’ આપુ છું.
— કુંજલ પ્રદિપ છાયા
કડી …. ૨૬
દરરોજ અનંત અવનીને સવારે સાડા આઠની આસપાસ દવા અને દૂધ પીધું કે નહીં પૂછવા ફોન કરતો અને રાતે અવની સૂતા પહેલાં એને એક મેસેજ કરી દેતી. આ શિરસ્તે આજે અવનીનાં મેસેજનો અનંતે રીપ્લાય ના કર્યો તેથી ચિંતાતુર થઈ અવનીએ બીજો મેસેજ કર્યો. અનંતે ઘરે પહોંચીને મોડેથી જવાબ આપ્યો.
“ જસ્ટ રીચ હોમ. યુ ટેક કેર. ગુડ નાઈટ.”
ફટાકથી અવનીએ વળતો મેસેજ કર્યો, “ઓહ્, બહુ મોડું થયું તમને, ઈઝ એવરીથીંગ ઓકે?”
ફોનની સ્ક્રીન પર ફરીથી અનંતનો મેસેજ ઝબક્યો. “અરે, તમે ચિંતા ન કરો. આ તો યશપાલની સાથે જરા પેલા છોકરાની તપાસ કરવામાં અને પછી જરાવાર સ્ટૂડિયોમાં જઈ આવ્યો એટલે મોડું થયું. તમે આરામ કરો.”
સહજતાથી અનંતે જવાબ આપ્યો. વાંચીને અવનીએ સ્મિત કર્યું.
થોડીવાર મનમાં કઈંક વિચારીને અવનીએ ફરીથી મેસેજ કર્યો.
“વાંધો ન હોય તો થોડી વાત કરવી છે.”
“ફોન કરું?” તરત જ અનંતે પ્રત્યુત્તર આપ્યો.
અવનીઃ “જી ના. મેસેજમાં જ.”
અનંતઃ “ઓકે કહો.”
અમુક ગંભીર વાતો વ્યક્તિને રૂબરૂ કહેવામાં સંકોચ થાય, ત્યારે એવી વાતો લખીને મેસેજ મોકલીએ તો વાતચીત સરળ રહે છે. કારણ શબ્દો વાંચવામાં આંખની શરમ નડતી નથી, સચોટ અવાજને કાનની કનડગત રહેતી નથી. અનંતનાં વ્હોટસેપની સ્કીન પર કેટલીક ક્ષણ ‘અવની ઇઝ ટાઈપીગ…’ દેખાયા કર્યું. અનંતે પથારીમાં શરીર લંબાવ્યું. થોડીવારમાં અવનીનો લાંબા ફકરા જેવડો મેસેજ દેખાયો.
“અનંત, ઘણાં વખત પહેલાં તમારો ફોન નંબર મને અનિકેતે આપ્યો હતો. કહ્યું હતું કે ‘મને કઈં થઈ જાય તો ભાઈનો સંપર્ક કરજે.’ એણે મેસેજમાં જ કોન્ટેકટ નંબર મોક્લ્યા હતા જે મેં પણ એમને એમ જ સેવ કર્યો હતો.
અનંત, તમારી હૂંફ થકી જ આજ સુધી ટકી આવી છું. તમે અને સપના ટ્રેનમાં લેવા ન આવ્યા હોત તો મારું કે મારા બાળકનું શું થાત? મારે તમને મનમાં ઊંડે ઊંડે ધરબાયેલ વાત કરવી છે, જે કદાચ રુબરુ ન થઇ શકી હોત.
મારે કહેવું છે કે, ‘ તમે ખુબ જ સાલસ અને ભલા ઇન્સાન છો અને મને તમારા પર પૂરો ભરોસો છે. તમે આવનાર બાળક માટે કાયમ ઈશ્વરીય દૂત રહેશો એની એ મને ખાત્રી જ છે. પણ હું પત્ની તરીકે…. કદાચ…તમારી સાથે..”
ત્રુટક શબ્દ સાથે સેન્ડ થયેલો મેસેજ અનંતે ધીરજથી વાંચ્યો. એટલીજ ધીરજથી જવાબ આપ્યો.
“મારા માટે તમે અને તમારું બાળક મહત્વનાં છો. મારા પ્યારા ભાઈ અનિકેતનો અંશ તમારા ગર્ભમાં આકાર લઈ રહ્યો છે. જેને સાચવાની અને ઉછેરીને નામ આપવાની વાત જ છે. આપણાં સંબધ માટે નિશ્ચિંત રહેજો.”
આંખે ઝળઝળીયાં સાથે અવનીએ લખ્યું, “તો સપના બહેનને..?”
“એને હું વાત કરી દઈશ તમે આરામ કરો. આ હાલતમાં તમારે આરામ વધુ કરવો જોઈએ અને રાત્રે સમયસર સુઈ જવું જોઈએ. શુભરાત્રી.”
પોતે અનિકેતનાં હત્યારાની ભાળ કાઢવામાં રહ્યો હતો એ અવનીને કહી ન શક્યો એવું વિચારી શાયર અને સંગીતકાર અનંત ભાવુક થઈને સૂતો.
“ઉઠો, તમને મળવા કોઈ આવ્યું છે…”અડધી રાતે લોકઅપ રૂમમાં કોન્સ્ટેબલે રાહુલને ઉઠાડતા કહ્યું. ખાસ મુલાકાતી માટે અલાયદા મુલાકાતી કક્ષમાં રાહુલને લવાયો. મુલાકાતી કક્ષમાં આવતાં જ ઘેરી પીળી લાઈટના અજવાળાથી રાહુલની આંખો અંજાઈ ગઈ. આંખો ખોલીને સ્વસ્થ થાય ત્યાં મંત્રી યશપાલ પર નજર પડી.
“અરે! મંત્રી સાહેબ તમે અહીંયા?” રાહુલે ખંધું હસીને યશપાલ સામે જોઈ અચરજ અને ડર છુપાવવાનો નઠારો પ્રયાસ કર્યો. લાકડાંનાં ટેબલ-ખુરશીની માથે લટકતી પીળી લાઈટના બલ્બ સિવાય કમરામાં યશપાલ અને રાહુલ જ હતા. યશપાલે બેસ્યા વિના જ નજીક આવીને એક ચબરખી સરકાવી. રાહુલ ચકળવકળ નજરે તે ચબરખી જોવા લાગ્યો. પરસેવે રેબઝેબ હાલતમાં તાડૂકીને ઉભો થઈ ગયો.
“આ બતાવીને કહેવા શું માંગો છો?”
“તમારી ઓકાત બતાવવા આવ્યો છું, મી. ગાંધી.” બહુ શાંતિથી અને ઠંડા સ્વરે યશપાલે જવાબ આપ્યો.
“આમાં આપના ભૂતકાળનાં બધાંજ લેખાં-જોખાં છે. જરા જુઓ નિરાંતે..” મીંઢાઈ બતાવતાં ખુરશી ખસેડી ખરેરાટી બોલાવતા અવાજે મંત્રીજી બેઠા.
ઉશ્કેરાયેલ રાહુલે યશપાલનો કાંઠલો પકડવા પ્રયાસ કર્યો.
“મી. ગાંધી, ડોન્ટ યુ ડેર ટૂ ટચ મી..મને હાથ લગાડશો તો કાયમને માટે તમારો ફેસલો થઈ જશે..” દાંત કચકચાવીને અવાજનાં આરોહ અવરોહ સાથે યશપાલ બોલ્યો.
અચાનકથી આવેલ આ મંત્રીને જોઈને ડઘાઈ ગયો હતો.
યશપાલે રાહુલની સાવ નજીક જઈ કહ્યું, “જુઓ આ ફોટો. ખબર છે આ કોણ છે?
અંધારા અને પીળી લાઈટ વચ્ચે પહોળી થતી કીકીઓને સંકોચીને જાણે બલ્યુ આઈઝને ઓળખી ગયો.
“પૈસાના જોરે બાપ બનીને ક્રાઈમ-વર્લ્ડના બધા જ કાળા કામ આની જ પાસે કરાવતા હતા ને? પણ એ જાણો છો કે આની મા કોણ છે? તમારી પ્યારી વ્યોમા. યસ વ્યોમા… જો કે હા..તમારી પ્યારી પત્ની વ્યોમા આની મા જરુર છે, પણ તમે આના બાપ નથી.. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? તમારી પત્ની વ્યોમાના આ સંતાનના બાપ તમે નથી.” આ સાંભળી શ્વાસ ચડતો હોય એમ રાહુલ ઘુરકીયાં કરવા લાગ્યો.
“હવે તમે જાતે જ નક્કી લો કે મારે તમારી જાતને કઈ જમાતમાં ગણવી”
કાનમાં ફૂંક મારીને ખબર પડ્યા વિના કરડી ગયો હોય એમ થોડીવારમાં યશપાલ ત્યાંથી નીકળી ગયો.
ઓફિસકામની વ્યસ્તતા વચ્ચે ડો. ડેવિડ બર્ન્સનો ફોન આવ્યો. સપના સફાળી ઉભી થઈ.
“હેલ્લો, ડો. ડેવિડ.” સપનાએ અદ્ધર શ્વાસે ફોન ઉપાડ્યો.
“હેલ્લો, મીસીસ શેઠ.” આત્મવિશ્વાસી સ્વરે ડો. ડેવિડે અભિવાદન કર્યું.
અધિરી થઈ સપના પૂછી બેઠી, “વ્હોટ અબાઉટ સંયોગ?”
ડો. ડેવિડઃ “યસ, આઈ હેવ એ ગુડ ન્યુઝ ફોર યુ.” જરા અટકીને બ્રિટીશ લઢણમાં બોલ્યા, “યુ આર અબાઉટ ટૂ વિન યોર હાફ બેટલ..!”
ડો. ડેવિડે આપેલ સમાચાર સાંભળી તેણે ‘લાઈફ સેવ’ હોસ્પીટલ તરફ પૂરપાટ દોડી.
કોઈ ફાઈવ સ્ટાર હોટલ હોય એવું સ્વચ્છ સુઘડ અને અત્યાધૂનિક સાધનોથી સજ્જ એવી હોસ્પીટલનાં આઈ.સી.યુ વોર્ડમાં સપના સાથે ડો. ડેવિડ અને ડો.માથુર પ્રવેશ્યા.. સપના સ્તબ્ધ થઈ ગઈ અંદરનું દ્રશ્ય જોઈને. સંયોગને નર્સ અને વોર્ડ બોય સહારો આપી વ્હિલ્ચેર પર બેસાડવાની તૈયારી કરતાં નજરે પડ્યા. પતિ સુધી પહોંચતાં લગભગ ગોઠણભેર ફસડાઈ પડી સંયોગનાં પગ પાસે બેઠી, ત્યાં સુધીમાં તો પોતાની સુધબુધ ખોઈ બેઠી હોય એવું અનુભવ્યું.
સંયોગને વિદેશથી આવેલ ડોક્ટરની સારવારભરી ચિકિત્સા અકસીર પણે લાગૂ પડી. ઓપરેશન પછીના પહેલા જ દિવસથી સંયોગે આંખોનાં પલકારે હકારાત્મક પ્રતિસાદ આપવાનો શરુ કરી દીધો હતો. જે સપનાને હિંમત અને હામ રાખવાનું પરિબળ પૂરું પાડતું હતું.
આજે તો ચમત્કાર જ હતો. કહેવાય છે ને કે આપણે જેવું ઈચ્છીયે એવું થાય જ! કોઈપણ દ્રઢ સંકલ્પ હકારાત્મક પરિણાંમ આપે જ. પડછંદકાય ડો. ડેવિડે વ્હિલચેર તરફ જરા વાકાં વળીને પૂછ્યું, “હાવ આર યુ, મીસ્ટર સંયોગ?” સંયોગે હડપચી ઉંચી કરી આંખોનાં પોપચાંને કષ્ટપૂર્વક ખોલી સંપૂર્ણં જોશથી હોઠ ખોલી જવાબ આપવા પ્રયત્ન કર્યો. વ્હિલચેર પર શરીર ખોડાઈ ગયું હોય એમ બેસી રહ્યો. સપના જરા ગભરાઈ. બંન્ને ડોકટરો એ સાંત્વના આપી અને જણાવ્યું કે સંયોગની હાલત હવે ઘણી સારી છે.
પેરેલાઈઝડ શરીરને લીધે જવાબો આપવા સક્ષમ નથી. ઘણુંખરું યાદ આવી રહ્યું છે. બાકીના શરીર પર ધીરે ધીરે અસર આવવાની શરૂઆત થશે.
બસ હવે જીવન સાર્થક. સંયોગની હાલતમાં સુધારો સપના માટે કુબેરનાં ખજાના મળ્યાથી પણ વધુ હતો. ડો. ડેવિડે સ્વદેશ રવાના થવા પરવાનગી લીધી. હવે ડો. માથુર એમની સાથે સંપર્કમાં રહેશે આગળની સારવાર હેતુ એવું નક્કી થયું. ઘણાં વખતે કમરામાં દંપતિ એકલાં પડ્યાં એવો યોગ બન્યો. બંન્ને ને અઢળક વાતો કરવી હતી, ઘણીબધી લાગણી વરસાવવી હતી. ભલે હજુ સંયોગ બોલી ન શકે પણ એને બધી વાતની જાણ કરી શકશે એવું આશ્વાશન લીધું.
“સંયોગ તમને યાદ છે? મને પહેલીવાર મળવા આવ્યા હતા ત્યારે મેં સિલ્કનો ગુલાબી ડ્રેસ પહેર્યો હતો. ઉંચી પોની રાખી હતી, યાદ છે? તમે કહ્યું હતું કે સપના તું તો ઢીંગલી જેવી લાગે છે. ……..અને પછી યાદ છે? સ્નેહા.. સ્નેહાનાં જન્મ વખતે તમે કહ્યું કે..
પથારીમાં સૂતે સૂતે સપનાની વાતો સાંભળતો ચહેરાનાં ભાવને વાચા આપવા પ્રયાસ કરતો હતો. સપનાએ ફોનમાંથી સ્નેહાનો ફોટો બતાવ્યો. અચાનક ધીમા તૂટતાં અવાજે “સ્ને…..હા..” શબ્દ નીકળ્યો સંયોગના મુખમાંથી. સંયોગના ચહેરા પર ખુશી દેખાયી. પોતે પણ સ્નેહાને ડેડીની તબીયતમાં સુધારનાં સમચાર આપી સરપ્રાઈઝ આપશે એવું કહીને ઘરે ગઈ.
“મૈં ઝીંદગી કા સાથ નિભાતા ચલા ગયા;
હર ફિક્ર કો ધુએં મેં ઉડાતા ચલા ગયા..”
ફક્કડ ફકીરને વળી શેની બીક હોય? પોતાની ખુફિયા ઓફીસના ટેબલ પર પગ લાંબા કરીને બેઠેલો અલગારી વિષ્ણું સિગરેટની ધુમ્રસેર છોડતો ગણગણતો હતો. એનું ક્યારેય કોઈ સગું હતું જ નહિ. એને સંબંધો અને લાગણીઓ સાથે કોઈ જ લેવા-દેવા નહોતી. પોતાના જન્મની જ જેને જાણ નથી એ અનાથ ક્યાં પોતાનું કુટુંબ કે મા-બાપ શોધે? મગજમાં ધસી આવતા વિચારોને ડામવા એ ખુલ્લા આકાશ અને સુમસામ હાઈવે પર બાઈકની ઘરેરાટી બોલાવતો સિગરેટનો દમ લઈ લેતો. જન્મજાત લક્ષણો સમાં પોતાના આ વૈભવી શોખ જોઈ તે ઘણીવાર એવું અનુભવ્યા કરતો કે પોતે જરૂર કોઈ ખુબ જ ઉંચા વર્ણની પેદાશ હશે અને એના જન્મ પછી કોઈ ખરાબ બનાવ બાદ તેને આમ અનાથ આશ્રમમાં મૂકી ગયા હશે . ભણવા કરતાં અનુભવની શાળામાં સમય વધારે ગાળ્યો. જે કામ મળે તે અને જે દામ મળે તે. ના ન જ પાડતો. લીધેલ કામ પૂરું કરી જંપતો. બાળપણનાં આશ્રમનાં મિત્રો સાથે ફરતાં, રખડતાં જમાનાભરની ખરાબ સોબતો શીખતો ગયો. જીંદગી એ બીજું
કઈ નહિ તો ખુબસુરતી તો ઘણી જ બક્ષી હતી. ફાંકડો જુવાન થઈ ગયો હતો એ. ઉચો બાંધો, સ્વરુપવાન ચહેરો અને સાથે નીલી આંખો, જે અજાણ્યાંનેય આકર્ષી જાય તેવી હતી. અંધારી આલમમાં અને કોર્પોરેટ વર્લ્ડમાં તે “બ્લ્યુ આઈઝ” ના નામે જાણીતો હતો.
પેન્સિલને દાંત વચ્ચે દબાવતી વ્યોમા આરામદાયક રિવોલ્વિંગ ચેર પર ઝૂલતી બેઠી હતી. સપનાએ તેને કહ્યું હતું કે તેના એકાઉંન્ટન્ટ પટેલે કરેલ પેમેન્ટ રિમાઈન્ડરનો મેઈલ વાંચીને તે ફરી વળતો ફોન કરશે. વ્યોમા તેની જ વાત જોતી બેઠી હતી. રાહુલની ગેરહજરીમાં એને ઓફિસ આવવાની ફરજ વધી હતી. દૂનિયાભરની અધતન ફેશનની વસ્તુઓ; કપડાં અને વૈભવશાળી સૌદર્ય-પ્રસાધનોથી એનો કબાટ છલોછલ રહેતો હતો. એને આંખોમાં આ ભૌતિક ચળકાટ આંજવો ગમતો. પરંતુ હાલ તે એ બધામાં વધુ રસ લઈ શકતી ન હતી. અરે, સમય જ ક્યાં હતો અરિસા સામે જોવાનોય..?
સપનાના ફોનની રાહ જોતાં જોતાં જ પોતાનાં આલિશાન ઓફિસની કેબિનમાં સજાવાટનાં ભાગ રુપે ગોઠવેલ મોંઘેરા આયનામાં તેની નજર ગઈ. કાનની બૂટ પાસેની લટમાં એને સોનેરી વાળ દેખાયાનો ભાસ થતાં જ તેને એહસાસ થયો કે હમણાં ઘણાં સમયથી એણે કોઈ જ બ્યુટિ ટ્રિટ્મેન્ટની એપોઈન્ટમેંન્ટ પણ લીધી નહોતી, આમ સ્વગત વિચારતી તે પોતાની જાતને ક્ષણભર નીરખતી રહી. ત્યાં જ ઓફિસનો લેન્ડલાઈન રણક્યો અને તેના અવાજને લીધે એનું ધ્યાન ભંગ થયું સાથે
સામે છેડે સપના હતી. તેણે સ્વસ્થતા પૂર્વક વ્યોમાને જણાંવ્યું કે પટેલે મોકલેલ ઈમેલમાં કોઈજ અતિશયોક્તિ નથી. તે તો ફક્ત મંથલી પેમેન્ટનું એક રિમાંઈન્ડર જ છે અને એમાં આમ રોષ કરવાનો કોઈ જ મતલબ નથી. “ઓકે ફાઈન.” હજુ પણ અરિસામાં જાતને મૂલવતી વ્યોમાંએ જાણે આ ઔપચારીક વાત જલ્દી જ પતાવવી હોય એમ કહી ફોન મૂકી દીધો.
“હવે હું એક મેઈલ કરીશ એની રાહ જોજે સપના..” ફોન મૂકતાં જ તે બબડી અને ઈન્ટરકોમમાં ફોન જોડ્યો, “મી. વર્ગીસ કમ ટૂ મી.”
“શું? મેડમ ઇમેલ આજે જ.. ? પ્રશ્નાર્થ અને આશ્ચર્ય સાથે નીકળી ગયા વર્ગીસનાં.
“ઓહ્હ કમ ઓન.. મી વર્ગીસ આજે જ નહીં અત્યારે જ.” પગ પછાડી ઉભી થતી વ્યોમા તાડુકી.
થોડું રાબેતું વહિવટીય કામ આટોપી સપનાએ અડધી કલાક પહેલાં જ ઝબકેલ ઈમેઈલ પર ક્લિક કર્યું. સડસટાડ વાંચી ગઈ. વાંચતે વાંચતે જ તેણે પોતાના ફોનમાં સ્પર્શનાં નામ પર ટેરવું ફેરવ્યું.
“જીસકા મુજે થા ઇન્તઝાર.. જિસકે લિયે દિલ થા બેકરાર, વો ઘડી આ ગઈ..!” ફોન ઉપાડીને સ્પર્શ કઈં બોલે તે પહેલાં જ સપના ગણગણી ઉઠી. “મતલબ જે ઈમેઈલ આવી જ ગયો એમને? સરસ લ્યો. હવે હું આગળની કાર્યવાહી હવે હાથ ધરું.” સ્પશે ઝડપથી વાત પતાવી.
વ્યોમાએ પેલો ક્રોન્ટ્રાક્ટ કેન્સલ કરાવ્યો હતો જે સંયોગ માટે મહત્વકાંક્ષી હતો. સપનાને હતાશા સાથે ઠંડીગાર બેઠેલી જોવાની વ્યોમની અહમથી ભરેલ ઈચ્છાને સ્પર્શે યોગ્ય સમયે પારખી લીધી હતી. તો હવે વારો હતો ચેક અને મેટનો. વ્યોમાના દાવને તેની રામે જ સામે ખેલવાનો.
સ્પર્શે વકિલને મળીને પ્રેસ નોટિસ તૈયાર કરી અને દરેક અખબારોની ઓફિસે રવાના કરી દીધી. આમ વ્યોમાની કંપનીને તાળાં લગાડાવવાની નોબત આવે એવી લગભગ બધી તૈયારી સ્પર્શ અને સંવેદનાએ પૂરી કરી.
આ તરફ ઓફિસનું કામ આટોપી લઈને વ્યોમા ઘરે પહોચી. વિશાળ ડ્રોઇંગરૂમના સુંવાળા સોફામાં ગર્ત થઇ ને ત્યાં અચાનક તેને જનાર્દન યાદ આવ્યો. જનાર્દનની યાદ હંમેશા તેના મન પર એક અલગ જ અસર ઉભી કરતી હતી. તે રાહુલને મકાઉમાં મળ્યો એ વાતની જાણ કરતો ફોન છેલ્લે જનાર્દને તેને કર્યો હતો. પણ એ તો એક ‘પ્રાઈવેટ નંબર’ હતો અને વ્યોમા પાસે એનો બીજો કોઈ નંબર હતો નહિ તેથી તે સામેથી જનાર્દનનો સંપર્ક સાધી શકી નહોતી. જો કે એણે રાજકીય કાર્યાલયનો નંબર શોધીને સંદેશો તો મોક્લ્યો હતો કે વ્યોમા ગાંધી વાત કરવા માંગે છે. પણ તોય હજુ સુધી એનો કોઈ કોન્ટેક્ટ થઇ શક્યો નહોતો.
એવામાં જ વ્યોમાનો મોબાઈલ રણક્યો અને ફરી એક વાર તેના પર ‘પ્રાઈવેટ નંબર’ ઝળક્યો. ફરી પાછો ‘પ્રાઇવેટ નંબર’ જોઈ વ્યોમા સમજી કે જનાર્દનનો જ ફોન છે. વ્યોમાએ ઉપાડીને ઝડપથી ફોન ઉપાડ્યો, બોલી-
“હેલો જનાર્દન…”
“જનાર્દન? કોણ જનાર્દન?” અજાણ્યો અવાજ બોલ્યો.
“ઓહ, હુ આર યુ?” વ્યોમાની તંદ્રા તૂટી હોય એમ બોલી.
“હું કોણ છું એની પંચાત નહી કરવાની.” પેલો ખીજાયો. બોલનારના અવાજમાં તોછડાઈ હતી. વ્યોમા જરા મુંજાયી.
“વ્યોમા ગાંધી… કે પછી વ્યોમા સાંકળચંદ શેઠ.. શું કહીને બોલાવું તમને મેડમ?” કટાક્ષભર્યા રુક્ષ અવાજે બોલવાનું ચાલુ રાખ્યું.
“છે કોણ તું? શું કામ ફોન કર્યો?” હવે વ્યોમા અકળાઈ ઉઠી.
ફોનમાં થયેલી વાતચીતે વ્યોમાને ચિત્તભ્રમ કરી દીધી. આખી જીંદગી જે વાતને લઈને પોતાની જાતને કોસતી રહી તે જ વાત એક અટપટા વળાંક સાથે આવીને જીંદગીમાં એક ઝંઝાવાત જગાવી ગઈ. વ્યોમનું હદય વલોવાતું જ ગયું અને આંખોમાંથી અશ્રુધારા તેના પાકટ ચહેરા પર રેલાતી ચાલી..
— કુંજલ પ્રદિપ છાયા
“અનેક પાત્રો, અનેક પ્રસંગો , અનેક વિચારોને જોડી રાખવું ખુબ અઘરું છે. ” કડી લખવા ઘણા મિત્રોને આમંત્રણ આપ્યા પછી એમનો આ પ્રતિભાવ મળ્યો …જે તદ્દન અપેક્ષિત હતો . સ્વતંત્ર લખવું અલગ વાત છે અને કોઈએ રચેલી શબ્દકડીને આગળ ધપાવવી અલગ વાત છે . અહીં લખનાર દરેક મિત્ર પોતાની કડી લખાયા સુધી ગભરુ લાગતા હોય છે પણ પોસ્ટ થયા પછી ખૂંખાર બની જાય છે …. 😀 😀 😀 એ આત્મ વિશ્વાસ આ કથા કડીની ઉપલબ્ધી છે … સતત ચર્ચા , પાત્ર પર ધ્યાન , પ્રસંગ અને વર્તન પર ધ્યાન રાખવાની આ આખી પ્રક્રિયા એક વર્કશોપથી જરાય ઉતરતી નથી.અહીં ધરપત એ રહે છે કે પોતાની જેવા અનઘડ લાગતા મિત્રો આ આત્મવિશ્વાસ જગાવવામાં મદદ કરે છે.
મને આશા છે કે આ કથા કડીમાં જોડાયા પછી દરેક લેખક સર્જન અને સર્જકને વધુ સારી રીતે સમજી શકશે.
— નીવારાજ
મઝાની વાત કહેવાઈ છે…અને ટેકફુલી..મહેનત ફળી છે…કુંજલબહેન, અભિનંદન
અજયભાઈ, આભર. તમારા સૌ સાથે મારા વિચાર શબ્દો મંજાઈને ચળકાટ બતાવવામાં સફળ થયાનો આનંદ છે.
આખરે વ્યોમાને રડાવનાર કોઇક આવ્યું ખરું….સરસ રીતે વાત આગળ વધારી…અભિનન્દન કુંજ્લબેન…
અંદ્રલેખાબેન, એ તો નિશ્ચિત જ હતું, હું નિમિત્ત બની. પણ ખરેખર એ ભાવનાત્મક વાત અઘરી રહી શબ્દોમાં લખવામાં. આભાર વડિલ સખી નિવાબેનને સૌ કથાકડીનાં સાથી વડિલ મિત્રોનો.
ખુબ સરસ, અભિનંદન કુંજલબેન !
આભાર. 🙂
keet it up..!! લખવાનું બાકી. ડોકટર સાહેબ..
ટ્વીસ્ટનુ વર્ણન અદભુત્….ખુબ ખુબ અભિનન્દન્
આભાર રીટાબેન.
Wah ! Very nice kunjalben khub saras mavjat ne aek j svase kadi vachvamathi pota ne na roki sakhayu khub khub aahar katha kadi ne aagal vadharva ne mane 27mi kathakadi no kho deva badal thanx
રામજી, સામસામી શુભેચ્છાઓ.
Very nice Kunjal….. congratulations. …
Thank you didi.. i was fan of yr episode.. 🙂
કડી ને બહુજ સુંદર વળાંક મળ્યો છે અને જે વસ્તુ અને રોમાંચ ની જરૂર હતી તે સરસ રીતે રજુ કરવામાં આવી છે…. કુંજલ બેન ખુબ ખુબ આભાર….
એકી શ્વાસે વાંચી ગયો ….. ખલનાયકોને એમના કુકર્મો ના ફળ ક્યારે મળશે એનો મને ખુબ ઈન્તેજાર હતો જે હવે પૂરો થતો લાગે છે. વાર્તા Last lap માં ગતિથી પ્રવેશી છે અને બધા ચોકઠા એમની એમની જગ્યા એ ગોઠવતા જાય છે. ખુબ મહેનત થઇ હોય એવું સ્પષ્ટપણે લાગે છે ……… વાહ …. ખુબ મજા આવી …. અભિનંદન.
ખુબ મહેનત ……..
…..કુંજલે.. હેંને? દીદી.
લગણી+ જહેમત+સચોટ પરીણામ નો સરવાળો.. હું નિઃશબ્દ.
શબ્દો એક લહિયાનાં અને જહેમત સૌની. રાજેન્દ્રભાઈ, તમારા જેવા સૌ વડિલ મિત્રો વગર આ બધું અશક્ય.
ચોકઠાં બેસાડવું ખરેખર કપરું રહ્યું. આપ સૌ સાથ અને સહકાર વિના અશક્ય હતું.
Kunjalben its nice piece of work. A combo-pack of efforts, energy n imagination. Congrats..!
You constantly stayed as backbone that’s why the episode appear strong.. Ashwin bhai no words for thanking you.
વાર્તા ખુબ જ સુંદર રીતે આગળ વધી રહી છે. પોતીકી બોલીની છાંટ તસાથે લખાયેલી કડી અનુપમ લાગે છે. કથા કડીના સદસ્ય બનવા બદલ ખુબ જ અભિનંદન અને આભાર!
Ajay Panchal ભાઈ, તમે સતત જોડણીઓની ભૂલને સુધારવાનું ફકત સુચન જ નથી કર્યું પણ જતનપૂર્વક એક એક શબ્દને સુધાર્યો છે. ભાષા શુધ્ધિને કોઈ વિકલ્પ છે જ નહીં એના વગર કોઈ પણ સાહિત્ય નકામું છે. ક્ષતિ ચિંધીને સરખી પણ કરી આપવી એ રીત તમારી ખુબ જ ગમી હતી. આભાર સ્વીકારવો જ રહ્યો..
(આમાં પણ લખાણની ભૂલો હશે જ.. કાન ઝાલીને કે’વાનો હક છે સૌને)
(હવેથી જ્યારે પણ બીજે કશે પણ કશું ગુજરાતીમાં લખીશ ત્યારે અજયભાઈનું નામ ચોક્કસ મનમાં આવશે જ. )
kunjal….congrates….. :).. ek sahiyaro prayas.. adbhut safalta pame che.
સૌનો સાથ સૌનો વિકાસ. નિવાબેનની જહેમત અને કડીનાં લેખક સભ્યોની મહેનત ઐતિહાસિક પરિણામ લાવ્શે જ.. હેં ને? જે ફઈ..
વાહ… બ્લુ આઈઝ ૫રથી ૫ડદો ઉંચકાયો…. કથા કડીનાં વાંચકોને ઝકડી રાખવામાં સફળ રહયા… અભિનંદન…છાયાબેન
હા, મહત્વનો વળાંક લખવાનું આવ્યું. સૌનાં સાથ અને માર્ગદર્શન થકી ન્યાય આપવા પ્રયત્ન કર્યો.
Varta ma blue eyes na patra parthi pardo uthva sathe jail ma Rahul ne yashpall e barabar zatko apyo line agal shu thashe ??eni rah jovi rahi khub sundar rite varta agal vadhi rahi Che abhinandan Kunjalben
બલ્યુ આઈઝ વિશે ઘણું જ લખી જાત.. એ પાત્ર જ ખુબ સરસ છે. કડીને ન્યાય આપવા જરા સરખો પ્રયત્ન કર્યો છે. આભાર નિશિતાબેન
Pahelaa to Kunjanben khub abhinandan.
Tame aa katha kadina ek bhag cho e jaani
Aanand thayo.
Story ne twist saathe sundar rite aagal vadhaari
Che. Aagal ni alag alag lekhakoe lakhel story
N e j taal mel saathe aagal vadharvanu kharekhar
Kaparu hoy.
આભાર લતાબેન. તમે કાયમ મને પ્રોત્સાહન આપો જ છો. અહીં વાંચીને લખ્યું ગમ્યું.
કથા કડીની વાર્તા ખુબ સુદર રીતે આગળ વધારતા માટે કુંજલબેન ને અભિનંદન .
આભાર અનુસુયા બેન. તમારા જેવા વડિલ સખી પ્રોત્સાહનનાં શબ્દો લખે, એ ખુબ ગમ્યું.
khub khub abhinandan very nice……kunjal mam……..jay hatkesh..
આભાર, જય હાટકેશ વડિલ
grt work…hatts off to niva di AND KUNJU..LUV U
uv te vanchi e gmyu dear.. mane khyal chhe tu badhi j kadi vanche chhe.. thnx 🙂
સોરી …આ કડી વાંચવામાં થોડી વાર લાગી …બહુ સરસ લખાયું છે ..સાતત્ય જળવાઈ રહ્યું છે। .અભિનંદન
Superb Story. . Great team work. . Kunjal thanks for link.. ur writing is too Good. . Congratulations Kunjal. .
thnx didi.. yes its team work just like words are mine but for paragraph’s beautification, edition & concept all the credits goes to KathaKadi team.
[…] કથાકડી ૨૬ની લિંકઃ please click link to read story: https://nivarozinrajkumar.wordpress.com/2015/02/21/કથા-કડી-૨૬/ […]