FB_IMG_1540386591902.jpg

 

મારા વડિલ મિત્ર હિંમતભાઈ તરફથી  ‘અવઢવ’નો આ રિવ્યુ મળ્યો. એમની નાદુરસ્ત તબિયત છતાં એમણે આટલું લખ્યું એ મારા માટે બહુ મોટી ભેટ છે. તમારી લાગણી અને માન માટે આભારી છું. 😊

********
અહી “રીવ્યુ” છે કે મારું “મંતવ્ય” તે હું જ નથી સમજી શકતો

હું માનસિક રીતે દરેક પ્રાત્ર માં આવી ગયો છુ ઇવન ત્વરા પણ બની ગયો છુ એટલે જ વિજયાબેનને ત્વરા વાત કરી શકી હોત પણ પોતાની વાત માતા પિતા ના માને તો બલિદાન કે પોતે નૈતિક ને છોડે તે બરાબર છે.

આ ઉપરાંત ઘણી લીટી વાક્યો વિષે લખું તો બીજી અવઢવ લખાય જાય હા હા હા હા હા
જૂના પ્રેમી મળે તે વખતે જે અવઢવ પેદા થાય છે તેનું સચોટ નિરૂપણ છે કારણ પહેલો પ્રેમ એક અમર કહાની હોય છે.

દરેક માણસ કોઈ ને કોઈ બાબતે અવઢવ અનુભવતો હોય છે ઘર સંસારના દરેક સંબધોમાં કેમ બોલવું કે સમજાવવું બાબતે.

અહીં એક અલગ પ્રસંગ છે જૂની યાદ, એક સ્વપ્ન તેમાં પણ સાથે જીવવાના જીવનસાથી બનવાનાં સ્વપ્ન અધૂરા રહે છે અને જીવનમાં બીજા સાથે ખુબ પ્રેમથી ઓતપ્રોત થાય છે ને ચાર દાયકા પછી જૂની યાદ આવે છે ત્યારે ભૂતકાળની તમામ યાદ આવતા એક વખત મળવાની ઈચ્છા થાય.
પણ પોતાના જીવનસાથીને કેમ જણાવવું તેની અવઢવ ની ખુબ સુંદર રીતે વર્ણન છે
પાના ૧૩ ૧૪નાં વાક્યો ખુબ સરસ રીતે લખેલ છે ઉપરાંત દર બે ત્રણ પાનાના અંતરે પણ અમુક શબ્દો ધ્યાન ખેંચે છે.
પાનું ૩૧ એક વાત છે પુછુ કે કહું ?
પાનું ૫૦ માતા ને દીકરી પર ગર્વ ભરોસો છે પણ માતાએ દીકરીનાં મનોભાવ સમજવાની પણ જરૂર હોવી જોઈએ અને આ શબ્દો સાંભળીને જ ત્વરાએ નૈતિક તરફના વિચારો વેરવિખેર કર્યા ને બે પત્રોનો નિકાલ કરેલ છે આ આવેશમાં આવી ને ત્વરા એ કર્યું હોય તેમ લાગ્યું. માબાપની લાગણી પ્રેમને સમજાવવાની જરૂર હતી
66 બે કુટુંબના સગા જો એક થાય તો મિત્રો કેમ નહિ ..ખુબ સરસ ગમ્યું
73 નો બીજો ને ત્રીજો ફકરો ખુબ દાદ માંગી લે છે
મારા માટે અહી સ્પર્શમાં વાસના નહિ એક અલૌકિક હૂંફ હોય છે.
102 બીજો ફકરો…. નું લખાણ ખુબ મહત્વનું લાગ્યું જીવનસાથી માં કોઈ લગ્ન પહેલા હોય શકે તે જાણવાની તાલાવેલી ઘાતક સરસ નિરૂપણ કર્યું બેન આપે. અહી પોતાના જીવનમાં હોય તેનો વાંધો નહિ પણ સામે વાળું કોરી પાટી હોય તેવી આંતરીક ઈચ્છા હોય શકે.
104 બીજો ફકરો…. ત્વરા સ્ટડી રૂમમાં ગઈ ત્યારે પ્રેરકને એક ખાલીપણું લાગતું હતું હાથ લંબાવે ત્યારે ખાલી જગ્યા જોઈ ને …એક અધિકારભાવ માથું ઉચકતો હતો … અહી માલિકીભાવ જેવું પણ કદાચ કોઈ ને લાગે આ ખુબ અનુભવીની કલમ છે આપની (નીવાબેનની ) છે.
ત્રીજા ફકરામાં જોડવું છોડવું તોડવું ખુબ ખૂબી પૂર્વક લખેલ છે વધારાનાં પાકનું નિંદામણનું ઉદાહરણ ખુબ સરસ રીતે રજુ કર્યું
105 સામાન્ય રીતે …….લઈને છેલ્લી લાઈન સમાજનો રંગ પણ હશે પણ મનોવિજ્ઞાન જેવો છે
106 પહેલા ફકરો ખુબ સમજપૂર્વક છે ‘તારામાં સહારો ના ગોતે’ .(મિત્ર ભાવે વાંધો નથી )

આમાં મારી અનેક ભૂલો હોય તો દરગુજર કરજો કદાચ તમને સમજવામાં ભૂલ થઇ હોય.

#હિમતભાઇ મેહતા

About શૂન્યતાનું આકાશ

મોટાભાગના ...તમારા જેવી જ એક સામાન્ય વ્યક્તિ એટલે હું ..!!!! કોઈ વિશેષ યોગ્યતા કે અભ્યાસ વગર તમને પણ આવે એવા વિચારો .અનુભવાતી લાગણીઓ ...અનુભૂતિઓ ...અને એ દ્વારા પાંખો ફેલાવવાની મોકળાશ એટલે શૂન્યતાનું આકાશ...! આપણો સહવાસ ..સહકાર અને સ્નેહ ...બસ આટલું તો ઈચ્છી જ શકાય ..:)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s