નીવાબેન..
આજે અવઢવ પૂરી વંચાય ગઈ.. પરમ દિવસે જ અમદાવાદના પુસ્તક મેળામાથી એક મિત્ર પાસે મંગાવી હતી, એ આવી અને બે દિવસમાં પૂરી પણ કરી નાખી….
.. પણ એટલો રસ જાગ્યો છે કે હવે આગળ શું…? નીવાબેન મારી જેમ બધા જ વાચનારને આ સવાલ થયો જ હશે…
એક સિદ્ધહસ્ત લેખીકાની જેવી જ લખવાની શૈલી છે … એક પ્રકરણ પૂરૂં થાય એટલે છેવટે એવો સવાલ મૂકી દે કે આગળ વાંચવાનો ઉત્સાહ જળવાય રહે… પ્રવાહિતા એટલી હતી કે ઘરની જવાબદારી ના હોત તો એકી બેઠકે પૂરી કરત…
વચ્ચે વચ્ચે એટલા જીવનના પાઠ ભણાવતાં સુવિચારો… જે લક્ષ્મિબેન ડોબરીયા એ પ્રસ્તાવનામા ટાંક્યા છે…
ત્વરાનું પાત્રલેખન એવું કર્યું છે જાણે કે દિપ્તી નવલ કે તબ્બુ જ અભિનય કરતી હોય એવી નજર સમક્ષ આવી જતી હતી…
આમ હું ત્વરાની સાથે જ વહેતી રહી… મારા પતિ પણ પ્રેરક જેવા જ સમજદાર અને સજજન પુરૂષ છે…
તમારી નવલકથા મને મારા ભૂતકાળમાં વહાવી ગઇ… બહુ જ અસર કરી ગઈ..
મને ખૂબ ગર્વ છે નીવાબેન જેવા કાબીલ લેખીકા મારા સખી છે….
-વાસંતી….