ઘણા સમયથી રિવ્યુ પર બ્રેક લાગી હતી. 🙄
બ્લોગ અને માતૃભારતી પર ‘અવઢવ’ વંચાયા કરે છે એટલે પણ બહુ વેચાતી નથી છતાં ભાગ્યે જ કોઈને ભેટ આપી છે પણ જેમણે ખરીદી છે એમની પાસે પણ પ્રેમભર્યા મેણાટોણા મારી પઠાણી ઉઘરાણી ચાલુ રાખું છું 😉 😂
પણ આભાર Madhu Dhamsaniya નો 😍😘…
‘અવઢવ’ હાથમાં આવતા જ ઝટપટ વાંચીને ફટફટ રિવ્યુ આપી દીધો. મધુ એક સારા વાચક છે. અઢળક વાંચે છે એટલે એમનો તટસ્થ અને કડક રિવ્યુ થોડો ખાસ અને અગત્યનો લાગ્યો 😍
……
કોલેજકાળમાં ટેવ હતી કોઈ પણ પુસ્તક એકી બેઠકે વાંચવાની. ભણવાનું પૂરું થતા એ ટેવ પણ છૂટી ગઈ. ‘અવઢવ’ હાથમાં લીધી અને એકી બેઠકે વાંચી નાખી. બેશક તે કલાસીક વાર્તા નથી જ પણ હા, મારા જેવા સામાન્ય વાંચકને કંટાળો પણ નથી આવવા દીધો.
સોશિયલ સાઈટથી વર્ષો જૂના દોસ્તો મળે છે. એવા દોસ્તો જેને એકબીજા માટે કૂણી લાગણી હતી પણ વ્યક્ત ના કરી શક્યા. આપણી આસપાસ ત્વરા, પ્રેરણા,નૈતિક જેવા માણસો મળી રહેશે પણ, પ્રેરક જેવા ઓછા. પ્રેરકની એ પરિપક્વતાના કારણે જ ત્વરા તેની સાથે ખુલીને નૈતિક સાથેના સંબંધની વાત કરી શકી. જ્યારે પ્રેરણા સાથે નૈતિકે નિખાલસતા ના કેળવી શક્યો. પણ જોવા જઈએ તો પ્રેરણાનું પાત્ર વધુ વાસ્તવિક લાગ્યું આપણી સામાજિક વ્યવસ્થામાં.
ત્વરાના મમ્મી એટલા બધા આધુનિક હતા કે તેની દીકરીને કેમ્પમાં મળેલા છોકરા સાથે પત્ર-વ્યવહાર કરવાની છૂટ આપે છે. પણ એ જ એવું પણ માને કે એની દીકરી કોઈ બીજી નાતના છોકરાને પ્રેમ કરે તો મા- બાપની ઈજ્જત જાય તે વિરોધાભાસ લાગ્યો.
“અવઢવ” શીર્ષક 100% યથાર્થ ઠરે છે. ખૂબ ઓછા પાત્રોમાં સંકળાયેલ અવઢવ લઘુનોવેલ વાંચવી ગમી.
ઘણાં બધાં મસ્ત “વન લાઈનર્સ” છે આમાં, જેમ કે…..
– સાબિત કરવું પડે એ સંજોગો જ મારકણા હોય છે.
– આપણે ઇચ્છીએ કે માણસ બદલાઈ જાય, આપણી ધારણા મુજબ વર્તન કરે અને જો એ બદલાઈ જાય તો સહન પણ નથી થતું.
સ્ટોરી આજના જમાનાને સ્પર્શે એવી છે. પાત્રો ખુબ જ સારી રીતે ઉપસાવવાનો પ્રયાસ થયો છે. વાર્તા ક્યાંક ક્યાંક ઇમોશનલ પણ કરી જાય છે. દરેક જેણે કયારેય પ્રેમ કર્યો હશે અને કહેતા કહેતા રહી ગયા હશે એ પોતાના જીવન સાથે રિલેટ કરીને જોઈ શકશે આ સ્ટોરીને.. આજના FB અને WA ના જમાનામાં લેટર જ રેર થઈ ગયા છે તો નવી પેઢીને સમાજમાં રેર થઈ ગયેલ ચિઝો અને એના ઇમોશનલ વેલ્યુ સાથે રૂબરૂ થવાનો મોકો પણ આપશે.
સાવ સામાન્ય વિષય પર લખાયેલ ‘અવઢવ’ અંત સુધી વાંચકને વાંચવા મન કરાવે છે….
— મધુ