અવઢવ,
નીવાબેન, ઘણી વાર્તાઓ ,લઘુ કથાઓ, નવલકથા ઘણાં બધા પુસ્તકો વાંચન કરેલું છે અને વાર્તામાં રહેલા પાત્રો હંમેશા હું મારી આસપાસ શોધ્યા કરું છું. કલ્પના થકી જન્મેલા પાત્રો હંમેશા સાચા નથી હોતા અથવા તો સાચી જિંદગીમાં મળતા નથી હોતા. પણ ‘અવઢવ’ની વાર્તા ઘણા અંશે સાચી પુરવાર થઈ છે. ‘અવઢવ’ ને ઘણી ખરી મેં મારા જીવનમાં અનુભવી છે. પ્રેરણા , ત્વરા ,નૈંતિક ,પ્રેરક આ બધા પાત્રો મારા જીવનમાં આવી ગયા છે અથવા તો મારી આજુબાજુ જીવંત છે ,
‘અવઢવ’ ને પૂરેપૂરી રીતે જીવવાનો મેં પ્રયત્ન કર્યો છે. એક પુસ્તકને જીવીને ખુબ આનંદ થઈ રહ્યો છે એવું કહેવું કઈ ખોટું તો નથી. પ્રેમ ભલે ના હોય પણ મિત્ર તો હતા જ અને આજે પણ છીએ .’અવઢવ’ની વાર્તા પરથી આજે જીવનસાથી પ્રેરક તરીકે ચોક્કસ સાબીત થયા છે .મારા ઘરમાં રહેલા દરેક સભ્ય નિખાલસ તો છે જ સાથે એક સારા મિત્ર પણ સાબિત પુરવાર થયા છે, ઘણી વાર એવું બનતું હોય છે કે કોઈ એક સભ્ય નાસમજ બનીને આપણી સમક્ષ આવી પહોંચે છે જેમ કે પ્રેરણા, પણ સદનસીબ પ્રેરણાનું સ્થાન કોઈ એ સ્વીકાર્યું નથી મારા જીવન માં. આ વાત નો ખુબ આનંદ છે મને. લગ્ન જીવન માં આશાઓ અને અપેક્ષાઓ થોડી ઓછી રાખીયે એટલું જ સારું અને સરળ બને છે .
બસ એટલું કહીશ કે ‘અવઢવ’ ભાગ ૨ આવશે અને બધું જ સરસ બનશે, પ્રેરણા એટલી સમાજહિન નથી કે સમજાવાથી સમજી ના શકે અને કદાચ ત્વરા અને પ્રેરણા એટલા ગાઢ મિત્રો બની જશે કે કોઈનાં પણ મનમાં કોઈ રંજિશ નહિ રહે .
— રેખા પટેલ