છપાયાનાં દોઢ વર્ષ પછી… ‘અવઢવ’ ખરીદી અને તમે વાંચી 💐🥰😍🙏🏾તમારા દરેક શબ્દોમાં તમે ‘અવઢવ’ વિશે ખૂબ વિચાર્યું છે એ જણાય છે. આભાર માનું? 🤔 💞
********
Hi..
કેમ છો સખીઓ સહેલીઓ. ..મજા મા જ હશો. ગ્રુપ મા હોય ત્યારે તો મોજ હોય આપણું પોતાનું પોતીકું પિયર ધણુ મળે છે અહીં આજે વાત આ અવઢવ ની કરવી છે .હુ ધણા વખત થી આ બુક વાંચવા આતુર હતી પણ અમરેલી મા મળી નહી પણ રાજકોટમાં આવી એટલે મળી પુસ્તક મેળા માથી Slf મા હેમુગઢવી હોલ પર રવિવારે રાત્રે 9વાગે છેલ્લે મારી એન્ટ્રી પછી થી બંધ થવાનો હતો અને હુ લઇ આવી.જાણે જંગ જીત્યો.
પછી વાંચવા માટે ની તાલાવેલી પણ રાત્રે મોડુ થયું સવારે 5વાગે ઉઠી ટીફીન બાળકોને સ્કુલ મુકવામાં કામ મા બપોર થઇ જલદી પરવારી ને બુક હાથ મા લઇને લગભગ 2કલાક મા તો વાંચી ને પુરી કરી પછી મારા મગજમાં પાત્રો ફરતાં રહયાં. ..
જોકે મગજ ની કસરત માટે નીવા દી એ ધણા પ્રશ્નો મુક્યા જ છે તો મારો અભિપ્રાય નીચે મુજબ છે
1..પ્રેરણા કદાચ લડયા કરે તો તેની સમજ ઓછી છે તેમ લાગે પણ હકીકતમાં જ્યા પ્રેમ હોય ત્યા છુપી ઇષાઁ હોય જ એટલેકે તે ખૂબ પ્રેમ કરે જ છે પણ સમજદારી મા ઉણપ છે કદાચ પ્રેમ થી ભરી શકાય અને વ્યક્તિ બદલી શકાય. ..
2..ત્વરાએ મળવાની ઇચ્છા કરે તો તે સ્વભાવિક છે કે તે એક સ્ત્રી છે તે જોવા માંગે કે ત્વરાએ શું જાદુ કયોઁ હશે જે આટલા વષોઁ સુધી અકબંધ રહયો જોઇ મળી ને જાણી શકે બને કે પરિવાર સાથે દોસ્તી પણ થાય.
3.. બન્ને સખીઓ બને તો તો આનંદ ની વાત છે.
4..તૃષા અમદાવાદ આવી જાય તો સારી દોસ્ત સાબિત થાય કદાચ હેલ્પ કરે બધા મિત્રોએ મળે પરિવાર સાથે ભેગા મળે. .
5..બધું સરસ જ બને તે એક પોઝિટિવ વિચાર છે અને ઇશ્વર કરે બને
6..બને કે આ બધું ઉલટું થાય શંકા ના વમળમાં બધું ફસાઈ ને દોસ્તી તુટી જાય લગ્ન જીવનમાં ભંગાણ થાય બાળકો નફરત કરે કોઇ એકબીજાને સ્વીકારી ન શકે સમજદારીનો અભાવ ધણુ અનિષ્ઠ કરે. ..
જોકે ઉપર લખ્યું તે સવાલો ના જવાબ હતા. પણ મને તો દરેક પાત્ર પોતાની જગ્યા એ સરસ લાગ્યા પણ આ એક ધટના લાગી બાકી જિંદગી તો ધણી વિશાળ છે અનુભવ ધણા હોય એક પડાવ જીવનમાં આવે દરેક માટે કે સમયે ન કહેલી વાતો ખૂંચે પછી કહેવાથી કોઇ ફરક ન પડે આજ ની જનરેશન ખૂબ ગમે જલ્દી થી કહે સમજે સ્વીકારે. પહેલાં તો ઉછેર જ ખુબ મયાઁદા માટ થયો હોય મા બાપ ની ઇજ્જત માટે ધણી લાગણીઓ બલી ચડી જતી હવે એટલું સારુ છે કે દરેક ને સ્વતંત્ર નિર્ણય લેવા મળે છે. પોતાની મરજી થી જીવવું ઉત્તમ છે. બધું સમયસર સ્વીકારે તે સ્ત્રી પણ મનના એક ખુણામાં લાગણી તડફડી ને રીબાતી હોય છે.
જોકે ધણુ લખી શકાય પણ હવે વાંચી ને કંટાળો તે પહેલાં સ્ટોપ કરુ .પણ દરેક અનુભવો ઉતરી નથી શકતા કાગળ પર ધણા મનમાં જ ઘર વસાવે છે. ચાલો હવે જેણે આ વાંચી છે તે સહમત છે તો કહો….
લવ યુ નીવા દી. ..💖🌹🎊💐
ગોડ બ્લેસ વધુ લખો હસતા રહો. ..💖🌹🎊😍
Jyoti Palan 🙏🏾💐