FB_IMG_1581047016876

 

 

આપણા શબ્દો કોઈને ગમે એ દિવસ તહેવારથી ઓછો ન હોય. 😍 ખૂબ આભાર મૌલીબેન. આટલું ધ્યાનથી અવઢવ વાંચવા અને આ બધા અવતરણો લખવા બદલ 🙏🏾❤️

સ્નેહી નિવા બેન…

આપની, મારી, સૌની, અવઢવ વાંચી, માણી, અનુભવી….
બુક તો ઘણા સમય થી વંચાય ગઈ હતી પણ અવઢવ માંજ હતી કે શું લખવું ને શું ના લખવું. નવલિકા સરસ છે, અને મેં સહરસ વાંચી પણ ખરી. હવે દરેક પાત્રનું અવલોકન કરવા બેસીશ તો એક નવી અવઢવ મારા તરફથી સર્જાય જશે. માટે મને ગમતા નોટેબલ ક્વોટ અહીં મુકું છું. અવઢવ વાંચન દરમિયાન મારું ઇનવોલ્વમેન્ટ કેટલું હશે એ સમજી શકશો…

1) પરિવાર એક એવું બંધન છે જેમાંથી છૂટવાની ઈચ્છા કોઈ કદી ના કરે.

2) સમજદાર પત્ની અને સંસ્કારી બાળકો એટલે એક સફળ પુરુષ.

3) માણસનું હૃદય નિષ્ફળતાઓને પણ ક્યારેક વાગોળી લે છે.

4) અઢળક મહેનત, અનેક મુશ્કેલી, અકલ્પ્ય મુકામો પાર કરીને મંઝીલે પહોંચવાની મજા સંકોચાય ને એક સ્થળે બેસી રહેતા ડરપોક માણસને કદી ના સમજાય.

5) એક આરપાર જોઈ શકાય તેવો પારદર્શક સંબંધ.

6) કેટલાક વણકહ્યાં સંબંધ તો સાવ અલગ અને અનોખા હોય છે. પ્રેમ ક્યારેય નિષ્ફળ નથી હોતો.

7) દરેકના જીવનમાં એક સંબંધ એવો હોય શકે જે અધુરો હોય છતાં મધુરો હોય.

8) આ એક એવો સંકોચાઈ ગયેલો સંબંધ હતો જેને આજે યાદો ની વાછટ લાગી ગઈ.

9) જીવન એક પરપોટાથી વિશેષ કશું નથી.

10) આપણે વિચારી નથી શકતા યા તો કબૂલી નથી શકતા અને એ સમય હાથમાંથી સરી જાય છે.

11) એક આગવા ભૂતકાળ વગરની કોઈ વ્યક્તિ હોઈ જ ન શકે એ આપણું મન કબુલતું થાય એ બહુજ જરૂરી છે.

12) સંબંધ નું રૂપ બદલાય જાય, એ ક્યારેય ખતમ થતા નથી.

13) લાગણીને બુરખો પહેરાવતા આવડી જાય પછી વ્યવહાર શરૂ થાય છે.

14) દરેક વ્યક્તિ જીવનસાથી સાથે વાત કરવાનો સમય પસંદ કરી શકે તો ઘણા ઘર્ષણો અટકી શકે.

15) સંબંધ એટલે બન્ને બાજુએ એક સરખી તીવ્રતા વાળું બંધન.

16) જે વસ્તુ કે વ્યક્તિ આપણી હોય એ ગમે તેવા ઝંઝાવાતો પછી આપણી જ રહે છે.

17) પોતાની લાગણીઓ ને દબાવી રાખી આજુબાજુના લોકોને ખુશ કર્યા કરવાની કળામાં સ્ત્રીને મહારથ હાંસિલ હોય છે.

18) મહત્વનું શું ? સંબંધ કે વ્યક્તિ ? વ્યક્તિ છે તો સંબંધ છે કે સંબંધ છે તો વ્યક્તિ છે…??????

19) આશ્વાસન એ બહુ પડકારરૂપ બાબત છે. કપરા સમયે સાવ ઔપચારિક ન લાગે એવા શબ્દો આમેય જડતા નથી. વળી લાગણીશીલ માણશો માટે શબ્દોનો સહારો બહુ મજબૂત નથી હોતો. સામે જો પોતાનું સ્વજન હોય તો સંબંધો વધુ નાજુક થઈ જાય છે. પણ સારું છે પ્રેમ ને, લાગણીને ભાષા નથી હોતી. એકાદ હૂંફાળો સ્પર્શ, એકબીજાનું સાંનિધ્ય બહુ મોટો આશરો બની જાય છે.

20) વીતી ગયેલી ઘટનાઓ આપણા મન પર પડેલા પગલાઓની જેમ મન પરથી ખેરવી, ઝાટકી, ખંખેરી, વિખેરી નાખવા માંગતા હોઈએ છીએ, પણ એજ યાદો ને વાગોળ્યા કરી, ચગળ્યા કરી ભીની માટીમાં પડેલા પગલાઓની જેમ એની છાપ મન પરથી ભૂંસવામાં નિશ્ફળ રહીએ છીએ. એ પછી સંબંધ હોય કે સ્મરણ હોય, વ્યક્તિ હોય કે વ્યથા હોય, એમ જલ્દી પીછો ક્યાં છોડે છે…!!

21) કોઈ કોઈને બદલતું નથી હોતું. સાચી વાત તો એ છે કે દરેક પોતાની જરૂરિયાત પ્રમાણે અને જેટલું બદલાતા હોય છે.

22) દરેક વ્યક્તિમાં અંદર બીજો ‘સ્વ’ રહેતો હોય છે, જે લોકોથી, દુનિયાથી એકદમ ખાનગી હોય છે. પોતીકો…સાવ અંગત… અંગત…

23) પ્રેમ હોય, નફરત હોય કે ક્ષમતા હોય. જ્યારે આપણે કશું સાબિત કરવા લાગી પડીએ છીએ ત્યારે સાબૂત નથી રહેવાતું. કશુંક કોઈક ખૂણે વિખરાતું, વલોવાતું કે તૂટતું હોય છે. બહુ સૂક્ષ્મ રીતે. સાબિત કરવું પડે એ સંજોગો જ મારકણા હોય છે…!!

24) સંબંધ જ્યારે કરવટ લે છે ત્યારે કરવત જેવા લાગતા હોય છે.

25) વિચારોને કોઈ મૂળ નથી હોતા. એને કોઈ ઘર નથી હોતું. એટલે આડેધડ ઝુંડમાં આવીને બધુ ખેદાનમેદાન કરી જતા વિચારો સાથે સંઘર્ષ કરવો ખૂબ અઘરો પડે છે.

26) દરેક માટે એનું પ્રિય પાત્ર જ નબળાઈ અને શક્તિ હોય છે.

27) શંકા કોઈ વ્યક્તિનો મૂળભૂત સ્વભાવ નથી હોતો. સંજોગોને આધીન તો કેટલાક અનુભવોને આધીન હોય છે.

28) લાગણી બહુ અમૂલ્ય વસ્તુ છે. (અહીં વસ્તુ કરતા લાગણીને એક તત્વ તરીકે જોઈએ તો કદાચ વધુ યોગ્ય લાગે) એને વેડફવી એટલે એક આખી વ્યક્તિ વેડફવી.

29) લગ્ન એની સાથે જ કરાય જે તમને પ્રેમ કરે.એની સાથે નહીં કે જેને તમે પ્રેમ કરો.

30) પ્રેમ એટલે તો સમજદારી અને સમર્પણની ધરી પર પાંગરતી લાગણી.

31) સંબંધો શરતી હોય શકે, પ્રેમ નહીં.

32) દરેક વ્યક્તિ એક જીવનમાં ઘણા સંબંધો જીવે છે, પણ પોતાનો મૂળ સંબંધ. પરિવાર ને ભૂલ્યા વગર.

33) અલગ અલગ શબ્દોના અલગ અલગ અર્થો સંજોગો પ્રમાણે સમજીને વાંચીએ તોજ માણસ વંચાય કે સમજાય શકે.

34) હથેળી આખા શરીરનું મહત્વનું અંગ છે. સ્પર્શ એ લાગણી પણ કહી શકે છે જે કોઈ શબ્દોની મોહતાજ નથી.

35) સંબંધોની ઇમારત ભલે ગમે એટલી કાળજી થી બનાવેલી હોય, ધરતીકંપ જેવો એકાદ હળવો આંચકો એને જમીનદોસ્ત કરી મૂકે છે.

36) એકમેકની નાની નાની વાતોના ચાહક હોવું ખૂબ જરૂરી હોય છે. એના માટે ખૂબ બધો સમય એકબીજાને સમજવા અને નિહાળવા જરૂરી હોય છે.

37) જો ભારેખમ વાતો ચર્ચિ શકે એટલી હળવાશ અને મોકળાશ સંબંધ માં હોય તો સંબંધ વેંઢારવો નથી પડતો. જીવી શકાય છે. ..!!

38) ક્યારેક લાગે કે આપણા જીવનમાં “શું” છે એ કરતા “કોણ” છે એ બહુ અગત્યનું હોય છે.

39) પરણ્યા પછી અન્ય તરફ થતી વિશેષ લાગણી એટલે પૂજા, શુભેચ્છા, ત્યાગ, બલિદાન, સહકાર, પ્રોત્સાહન, સહારો હોય અને એ પણ શરીર બહારની લાગણીઓ હોય એ અપેક્ષિત છે.

40) શરીર પામવું અને મન પામવું બન્ને સાવ અલગ વાત છે અને મન વગરનું શરીર લગ્નજીવનમાં ખતરાની ઘંટી જેવું હોય છે.

41) લગ્ન એટલે એકબીજાને જેવા છે તેવા સ્વીકારવાની કોશિશ.

42) સાચા સમયે થોડું કડવું, સાચું કહેનાર બહુ અંગત હોય છે.

43) એકબીજાને એકબીજાની જરૂર છે એ જણાવવાનો એકપણ મોકો ચૂકવા જેવો નથી.

હવે આ ઉપરોક્ત નોટેબલ કવોટ્સ એ મને વાંચતાજ હૃદય સોંસર્વા ઉતરી ગયા હતા. હું બને ત્યાં સુધી મારી કોઈપણ પ્રકારની સંવેદના, લાગણી કે અન્ય કોઈ મનોભાવો ને કલમ/શાબ્દિક રૂપે નથી ઠાલવતી, કિન્તુ અવઢવ મને સ્પર્શી….ગમી, મારી લાગી એટલે આજે અજાણતા જ શબ્દો વાટે મારી લાગણીઓને ઢોળી બેસી.

આપ તો ખુદ સર્જક છો, વાચકની વ્યથા અનુભવી શકશો…ટૂંકમાં એટલું કહીશ કે હજુય વાર્તા આગળ વધી શકે એવી ઘણી-ઘણી શક્યતાઓ છે.

મારી અને અમારી સૌ રીડર બિરદારોની શુભકામનાઓ અને શુભેચ્છાઓ સાથે બહુ બધું વ્હાલ…

લી.
મૌલિ…..
(૨૬-૦૧-૨૦૨૦)

Mauli Bhatt

About શૂન્યતાનું આકાશ

મોટાભાગના ...તમારા જેવી જ એક સામાન્ય વ્યક્તિ એટલે હું ..!!!! કોઈ વિશેષ યોગ્યતા કે અભ્યાસ વગર તમને પણ આવે એવા વિચારો .અનુભવાતી લાગણીઓ ...અનુભૂતિઓ ...અને એ દ્વારા પાંખો ફેલાવવાની મોકળાશ એટલે શૂન્યતાનું આકાશ...! આપણો સહવાસ ..સહકાર અને સ્નેહ ...બસ આટલું તો ઈચ્છી જ શકાય ..:)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s