“સાત દિવસમાં તો જાણે સાત જન્મની પીડા વેઠી લીધી.” બોલતા કસ્તુરીબેનનો હાથ જરાતરા
કડક મુઠ્ઠીને અડક્યો અને અમરે એક ઝાટકો માર્યો. છલકાતી આંખે એમણે સંદિપભાઈ સામે જોયું.

“મને ખબર છે આપણે સાક્ષી પાસેથી થોડી વધુ અપેક્ષાઓ રાખી છે. એ આવશે?”

અમરે મુઠ્ઠીની ભીંસ વધારી. એક ચીંથરું, એક કટકો, સાક્ષીનો એ રૂમાલ અમરનાં હાથમાંથી છટકવા જાણે તરફડિયા મારતો હતો.

બિચારી સાક્ષી! મહેંદી સુધી અમરને જમાડવા આવતી રહી. હતી તો એક નર્સ જ.

“આ રૂમાલથી અમરનો છૂટકો અત્યંત જરુરી છે, કસ્તુરી. આંખો ખોલતા જ એ સાક્ષીને શોધે છે. જીવનની ધરી ફરી પાછી સરકી ગઈ છે.”સંદિપભાઈ સતત આ જ વાત કર્યા કરતા. અને કસ્તુરીબેન મૂક બની સોરાયા કરતા.

બહાર સ્કૂટીનો અવાજ આવતા અમર સફાળો બેઠો થઈ ગયો.સ્તબ્ધ નર્સે બૂમો પાડી. અન્ય સ્ટાફની મદદથી ફરી ઘેનનું ઈન્જેક્શન આપી દીધુ.

સંદિપભાઈએ સ્હેજ ઢીલી પડેલી પકડમાંથી રૂમાલ ઝૂંટવી બહાર ઘા કરી દીધો.

કસ્તુરીબેન આવનાર તોફાનની કલ્પનાથી ધ્રુજી ઉઠ્યા.

— નીવારોઝીન રાજકુમાર

About શૂન્યતાનું આકાશ

મોટાભાગના ...તમારા જેવી જ એક સામાન્ય વ્યક્તિ એટલે હું ..!!!! કોઈ વિશેષ યોગ્યતા કે અભ્યાસ વગર તમને પણ આવે એવા વિચારો .અનુભવાતી લાગણીઓ ...અનુભૂતિઓ ...અને એ દ્વારા પાંખો ફેલાવવાની મોકળાશ એટલે શૂન્યતાનું આકાશ...! આપણો સહવાસ ..સહકાર અને સ્નેહ ...બસ આટલું તો ઈચ્છી જ શકાય ..:)

2 responses »

  1. harendra astik says:

    વાહ…સુપર્બ. બહુ જ થોડા શબ્દોમાં ઘણી બધી સંવેદનાઓ વ્યક્ત કરાવી. શીર્ષક ઉત્તમ..એકદમ પરફેક્ટ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s