હાથનો ચૂડો ધીમેથી ઉતરી પર્સમાં ગોઠવાઈ ગયો. દદડીને કપાળ સુધી આવેલો સિંદૂરનો રેલો હળવે હાથે રુમાલથી ઘસાઈ ગયો. કચકચાવીને બાંધેલા વાળ ખુલીને હવામાં ફરફર થવા લાગ્યા. સમર કોટ ઉતરે એમ ઉતરતી લાંબી કુર્તી નીચેનાં નાનકડાં ટોપથી ખભા સુધીનાં ગોરા હાથ ટયુબલાઈટની જેમ ઝળહળી ઉઠ્યાં. શુષ્ક હોઠો પર લિપસ્ટિકની લાલી બીછાઈ ગઈ. ક્રીમ હથેળીઓ પર ફરી વળ્યું અને ડીઓની સુગંધ સુમનનાં નાક પર ધસી આવી.

સુમન વિસ્ફારિત નજરે એ હલચલ જોઈ રહી.

આ સ્ત્રી હવે જાણે એક નવો જ અવતાર! ઘર બહાર નીકળીને આવું કરવાનું? સારુ ન કહેવાય.

“આજની મીટીંગ સફળ જ થશે. પ્રેઝન્ટેશન સરસ બનાવ્યું છે .ચિંતા ન કરો.” ફોન કાપતા એક સ્મિત છવાયું.

રમકડાંનાં ફેરિયાનો અવાજ આખા લેડીઝ ડબ્બામાં ફેલાયો. પેલી સ્ત્રીએ ભાવતાલ કરી કંઇક લીધુ. વાંસની થાળી પર શાકભાજીની ઢગલીઓ લઈને ફરી રહેલી સ્ત્રીને છ અઢારની લોકલમાં ફોલેલા વટાણા આપવા મરાઠીમાં સુચના પણ અપાઈ ગઈ.

“હા , મમ્મીને વીશ નથી કર્યુ. આપણે પાંઉભાજીની  સરપ્રાઈઝ પાર્ટી આપીએ. આજે સાંજે જલ્દી નીકળીને સિદ્ધિ વિનાયક લઈ જઈશ. ચિંતા ન કરો.” ફોન કાપતા એક સંતોષ છવાયો.

મસમોટું પ્રશ્નાર્થ આંખોમાં આંજી સુમને વિભા તરફ જોયું.

“સુમન, દરેક સ્વતંત્ર સ્ત્રીને બે પડછાયા હોય છે. કામ અને ઘરકામનાં અજવાળા-અંધારામાં એ પડછાયા લાંબા ટૂંકા થતા રહે છે.”

સુમન હવે એ સ્ત્રીની પ્રશંસક હતી. મમ્મી વિભાની પણ.

— નીવારોઝીન રાજકુમાર

About શૂન્યતાનું આકાશ

મોટાભાગના ...તમારા જેવી જ એક સામાન્ય વ્યક્તિ એટલે હું ..!!!! કોઈ વિશેષ યોગ્યતા કે અભ્યાસ વગર તમને પણ આવે એવા વિચારો .અનુભવાતી લાગણીઓ ...અનુભૂતિઓ ...અને એ દ્વારા પાંખો ફેલાવવાની મોકળાશ એટલે શૂન્યતાનું આકાશ...! આપણો સહવાસ ..સહકાર અને સ્નેહ ...બસ આટલું તો ઈચ્છી જ શકાય ..:)

2 responses »

  1. harendra astik says:

    વાહ, વાહ…ક્યા બાત હૈ. લાંબા ટૂંકા થતા પડછાયા …સરસ, ખુબ જ સરસ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s