“બહેનનાં બધા ઘરેણાં એ જંગલીએ ગીરવે મૂક્યા છે આ સોનાની ચૂડી એને પહોંચાડી દેજે “
પિતાજીએ આપેલી ડબ્બી અને આજ્ઞા નકારી શકવાની હિંમત કયાં હતી !
રસોડામાં ઢગલો વાસણ માંજી રહેલી જીજ્ઞાનાં સૂના હાથ એ જોઇ રહ્યો.
વર્ષો પહેલા બોલાયેલા શબ્દો ફરી એક વાર ઘુમરાયા ,
“જીજ્ઞા વહુ નહી અમારી દીકરી જ છે.”
— નીવારોઝીન રાજકુમાર
સટીક
🙏🏾💐