પોતાનાં નામનું કાગળીયું ઉખાડતા શ્વાસ ભરાઇ ગયો.
તાળુચાવી હાથમાં લઈ એ ધબ્બ દઇ બેસી પડી.
ખાલીખમ્મ લોકરમાંથી સાયકલોજી, ફિલોસોફી, મેનેજમેન્ટની નોટ્સ નીકળીને જાણે આખા રૂમમાં ઉડી રહી હતી.
“તમે બહુ યાદ આવશો. મેડમ,સંપર્કમાં રહેજો”
આ શબ્દોમાંની લાગણી આશાને ચારેબાજુથી વિંટળાઇ રહી હતી.
કોલેજનો ઘંટ અને ઘટનાઓ કાનોમાં ગૂંજ્યા. કરમાયેલા બૂકેની મીઠી સુગંધથી સંતોષ વ્યાપી ગયો.
— નીવારોઝીન રાજકુમાર