હૈદરાબાદ તરફ ભાગતી, હાંફતી,ચીસો પાડતી ટ્રેનમાં બેઠેલી પૂજાની નિંદર નાસી ગઈ હતી.
ડોકટરે ફોનમાં કહેલું.
“આંખોની નસો સૂકાઇ રહી છે. બાયપાસ કરી અંધારાને ઉલેચવાની કોશિષ કરીએ.”
કાયમી અંધાપા તરફ સરકી રહેલી પૂજાની આંખો રંગબેરંગી પથ્થરની માળાઓ વેચનારી સ્ત્રી, હરિયાળા ખેતરો, ડબ્બામાં રમી રહેલા બાળકો અને દુનિયા.
ધસી આવેલા આંસૂઓ સાથે પૂજાએ રંગો ગટગટાવી લીધા.
— નીવારોઝીન રાજકુમાર