સાઉથની દરેક બાબત વિશે લોકોને ઉપહાસ કરવાનો હોય છે. હોટેલમાં ઇડલી દોસા (ઢોંસા 😆) ખાતા ખાતા..
ફિલ્મો અવાસ્તવિક છે એવું કહેતા હોય છે પણ સૌથી વધુ રીમેક દક્ષિણની ફિલ્મોની હોય છે… ભારોભાર મારપીટ સાથે છલોછલ સંવેદના અને વાર્તાતત્ત્વ પણ ત્યાં જ જોવા મળે છે. બંગાળ અને સાઉથ લાગણી નીચોવી નાખે એવી ફિલ્મો બનાવે છે પણ સાઉથમાં કલાકારો દેવની જેમ પૂજાય છે. અને ઇકોનોમીની દ્રષ્ટિએ જોઈએ તો પણ આ એક અત્યંત સફળ બજાર છે. 👌
આ puspa જ જોઈ લો… આવો કોઈ ક્રેઝ ઝાઝી ફિલ્મોનો જોયો નથી. માર્કેટીંગ કહો કે ગમે તે લોકો પગ ઢસડતા થઈ ગયા છે. 😅 હીરો નકરી મજૂરી કરે, નાનકડા ગામમાં રહે અને આગળ જાય છતાં પોતાનો પહેરવેશ (લુંગી 😆) અને ખોરાકમાં કોઈ ફેરબદલ ન કરે. હિરોઈન પણ ગજરા અને half સાડી પહેરી સંસ્કૃતિને જાળવે અને ફેશન તરીકે ફેલાવે 🥰❤️
હું તો એ મંદિર અને ફૂલોનાં પ્રદેશ પર મોહી છું. 💐
ત્યાંનાં એક જણ સહિત ❤️
સાઉથ ઈન્ડિયનની પત્ની છું ત્યાંનાં કલ્ચરને પણ પ્રેમ કરું છું. 💐
આપણી ફિલ્મો ઘાઘરા અને ચોયણામાંથી જરૂર નીકળી પણ બહુ ઓછા કલાકારો પ્રાદેશિક બોલી બોલી શકે છે. ચીપી ચીપીને બોલાતું ગુજરાતી સારું લાગે છે પણ કોઈ ખાસ પ્રદેશનો પ્રભાવ બતાવવામાં નબળુ પડે છે. નામ નહીં આપું… પણ ગામડાનું વાતાવરણ દેખાડતી ઘણી ફિલ્મોમાં કલાકારોને ત્યાંનું બોલવામાં ફાંફા થતાં જોયા છે.. 😢 આપણને સ્પર્શે જ નહીં. મરાઠી, બંગાળી, દક્ષિણની ફિલ્મોમાં ડ્રેસ, બોલી તો ઠીક ઘર અને ફર્નિચર પણ એમની સંસ્કૃતિ અનુસાર હોય છે. Sairat નામની મરાઠી ફિલ્મ મેં જોઈ હતી. અલગ જ મરાઠી, લહેકો અને રીતભાત… અદ્ભુત!
હું તો જ્યારે મારું કાઠિયાવાડ મીસ કરું ત્યારે વીજુડીનાં વિડિઓ જોઉં છું. પુરુષ સાડી પહેરીને તળપતીમાં ઝીંકે છે… 🥰 Body language જુઓ, વાતચીતની રીત, ભાષા જુઓ.. કશું ફેબ્રિકેટેડ ન લાગે. પારુ અને ગુરુ અને એક મહેસાણી બોલી વાળો video પણ મજા કરાવે છે…સાચા કલાકારો આ છે જે ભાષા અને બોલીને જીવંત રાખે છે.