જ્યારે કોઈ વ્યક્તિ કોઈ ખાસ બાબતે ખૂબ જ હોંશિયાર સાબિત થાય છે ત્યારે લોકોની અપેક્ષા એની તરફ સતત વધતી રહે છે અને એટલે એ સતત એક તાણ અનુભવે છે. પોતાની જાતને વધુને વધુ સફળ અને ઉત્તમ સાબિત કરવાની મથામણ એને ચેનથી જીવવા નથી દેતી. નિષ્ફળ થઈશ તો લોકો શું કહેશે એની ચિંતા સતત રહ્યા કરતી હોય છે. ક્યારેય પહોંચી ન શકે એવા પડકારો લીધા કરે, પોતે જ પોતાને overrate કર્યા કરે છે અને અંતે હારી તેવા સંજોગોમાં લોકો સામે પોતાની છબી ઝાંખી ન પડે, લોકોનો સામનો ન કરવો પડે એટલે કોઈ નબળો નિર્ણય પણ લઈ લે છે.

એમાંય આ આભાસી દુનિયામાં લોકો કોઈની નાની એવી સિદ્ધિને પણ એટલી બિરદાવી દે છે કે એ આપોઆપ મસમોટી લાગવા માંડે છે. અને પછી અપેક્ષા, ઈચ્છા અને એષણાનો ખેલ શરૂ થાય છે.

આવા સમયે એક નાનકડો બ્રેક લઈ લેવો વધુ ઉચિત છે. જેથી પોતે હળવાશ અનુભવે અને કોઈ પણ સ્પર્ધાત્મક તાણ વગર આરામથી જીવી શકે.

સફળતા અને નિષ્ફળતા બેય પ્રાસંગિક હોય છે. કોઈ પણ સિદ્ધિ સમય જતાં લોકમાનસમાંથી ભુલાઈ જતી હોય છે. આમેય ટોળાની યથાશક્તિ ઘણી નબળી હોય છે.

પોતાની ક્ષમતા વિશે જાગૃત રહેનાર નિષ્ફળતા અને ઉદાસીથી બચી જાય છે.

પોતાને underestimate તો ન જ કરાય પણ સાથે overestimate પણ કરવા જેવું નથી.

— નીવારોઝીન રાજકુમાર

About શૂન્યતાનું આકાશ

મોટાભાગના ...તમારા જેવી જ એક સામાન્ય વ્યક્તિ એટલે હું ..!!!! કોઈ વિશેષ યોગ્યતા કે અભ્યાસ વગર તમને પણ આવે એવા વિચારો .અનુભવાતી લાગણીઓ ...અનુભૂતિઓ ...અને એ દ્વારા પાંખો ફેલાવવાની મોકળાશ એટલે શૂન્યતાનું આકાશ...! આપણો સહવાસ ..સહકાર અને સ્નેહ ...બસ આટલું તો ઈચ્છી જ શકાય ..:)

4 responses »

  1. harendra astik says:

    Yes…we should not underestimate or overestimate ourself anytime

  2. sanjaydshah says:

    Dear Neeva, You are absolutely right. Success is forgotten very quickly, failures dont erase that easily. Sanjay

    On Thu, Mar 3, 2022 at 10:34 AM shunytanu aakash wrote:

    > શૂન્યતાનું આકાશ posted: ” જ્યારે કોઈ વ્યક્તિ કોઈ ખાસ બાબતે ખૂબ જ હોંશિયાર > સાબિત થાય છે ત્યારે લોકોની અપેક્ષા એની તરફ સતત વધતી રહે છે અને એટલે એ સતત > એક તાણ અનુભવે છે. પોતાની જાતને વધુને વધુ સફળ અને ઉત્તમ સાબિત કરવાની મથામણ > એને ચેનથી જીવવા નથી દેતી. નિષ્ફળ થઈશ તો લોકો શું કહેશે એની” >

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s