ઘણી વખત લાગતું કે હું એમને બહુ મોટા અભિનેતા નથી માનતી એટલે એમની ફિલ્મો જોવી ઓછી ગમે છે. મારફાડ અને angry young man જેવી ફિલ્મોમાં અભિનય શું જોવાનો હોય? યા તો ગુંડા તત્વ યા તો પોલીસ…એ સિવાય શું બીજું કોઈ પાત્ર કેમ નહીં?

ટૂંકમાં, મને પોતાને પણ બહુ મોડી ખબર પડી કે ફિલ્મોમાં એમને કોઈ મારે, એમનું લોહી વહે, એમનાં આંસુ રેલાય, એમનું દિલ તૂટે કે એમનું મરણ થાય એ હું જોઈ શકતી ન હતી એટલે ઘણી ફિલ્મો મેં આજ સુધી જોઈ નથી… 🥰

વધતી વયને અનુરૂપ અને ક્યારેક experimental ફિલ્મો પર એમને જે ધ્યાન આપ્યું એ અદ્ભુત છે. ભલભલા કલાકારોને જ્યારે સારી સ્ક્રિપ્ટ, પાત્ર અને સંવાદોનાં ફાંફા પડ્યા ત્યારે એમની માટે ખાસ ભૂમિકા અને વાર્તાઓ બનવા શરૂ થયા. 🥰 અને એ પણ નાના, દાદા જેવા ચરિત્ર અભિનેતાને મળતા પાત્રથી સાવ વિપરીત.. ક્યારેક પિતા, ક્યારેક પ્રેમી તો ક્યારેક વકીલ. 😍 કેટલું વૈવિધ્ય!

Facebook પર જ્યારે એમની post પર લોકો એમને ટ્રોલ કરે કે એમની મજાક કરે ત્યારે મને જરાય ગમતું નથી. આપણી હેસિયત શું છે? આપણાં વડીલો 60 વર્ષે ઓટલો અને 80 વર્ષે ખાટલો પકડીને બેસી જાય છે ત્યારે આ વડીલ આર્થિક રીતે સદ્ધર હોવા છતાં પોતાને માટે નિવૃતિ નામની એક અવસ્થા એમણે નામશેષ કરી દીધી છે… આ લાલચ નહીં જીવંતતા છે. 😍 💐 ❤️

સોશિયલ મીડિયા પર દરેક ટોમ ડિક અને હેરી પોતાની જાતને ન્યાયાધીશ માને છે એવા માહોલમાં સંવેદનશીલ મુદ્દાઓ પર એમનું મૌન મને ખૂબ ગમે છે. આટલા મોટા વ્યક્તિ હોવા છતાં કોઈ વિવાદાસ્પદ ઘટના વિશે પોતાનો અભિપ્રાય આપવાનું ટાળવું બહુ મોટી પરિપક્વતા ગણાય એવું હું માનું છું.

એમનાં અદ્ભુત Ora તો દૂર બેઠા પણ અનુભવી શકાય છે પણ શકય હોય તો એકવાર એમને રૂબરૂ જોવા છે. મળવાની ઈચ્છા થોડી વધુ પડતી ગણાય!

અભિષેક બચ્ચન સાથે hand shake કર્યા ત્યારે હું બોલી હતી કે આ સ્પર્શ દ્વારા હું આખા બચ્ચન પરિવારને મળી રહી છું. 😍 ખાસ કરીને બચ્ચનસરને 🥰😍🙏🏾💐❤️

આ તો પ્રેમ છે…. પ્રેમ છે… પ્રેમ છે. Amitabh Bachchan

About શૂન્યતાનું આકાશ

મોટાભાગના ...તમારા જેવી જ એક સામાન્ય વ્યક્તિ એટલે હું ..!!!! કોઈ વિશેષ યોગ્યતા કે અભ્યાસ વગર તમને પણ આવે એવા વિચારો .અનુભવાતી લાગણીઓ ...અનુભૂતિઓ ...અને એ દ્વારા પાંખો ફેલાવવાની મોકળાશ એટલે શૂન્યતાનું આકાશ...! આપણો સહવાસ ..સહકાર અને સ્નેહ ...બસ આટલું તો ઈચ્છી જ શકાય ..:)

2 responses »

 1. HAREN ASTIK says:

  યસ…આ તો પ્રેમ જ છે એમના ચાહકોનો એમના પર જે એમને આ ઉંમરે પણ વ્યસ્ત રહેવા મજબુર અને મજબૂત કરે છે.

  હકીકતમાં તો એમનો “આનંદ” અને “નમક હરામ” નો અભિનય જોઈને જ મારા મનમાં ત્યારે જ થયું હતું કે આ લાંબી રેસનો ઘોડો છે.

  મારધાડની અને એન્ગ્રી યંગમેનની ફિલ્મો તો “જંઝીર” બાદ શરુ થઈ છતાં પણ એ ફિલ્મોમાં એમનો અભિનય એકદમ ઉચ્ચ કક્ષાનો હતો. મારધાડની ફિલ્મો વચ્ચે પણ એમણે “ચુપકે ચુપકે”, “બેમિસાલ”, “કભી કભી”, “સિલસિલા” જેવી સુન્દર ફિલ્મો પણ બખુબી કરી. મારધાડ વળી ફિલ્મોમાં મને એમનો “ત્રિશુલ” માં અભિનય ખુબ જ ગમ્યો હતો. સંજીવ કુમાર જેવા દમદાર કલાકાર સામે જબરદસ્ત ટક્કર આપવી એ કઈં ખાવાનો ખેલ નહોતો.

  વચ્ચે “જાદુગર”, “અકેલા”, મર્દ” જેવી અમુક બકવાસ ફિલ્મો પણ કરી પણ બીજી ઇંનિંગમાં ઘણી શાનદાર કાબિલેદાદ ભૂમિકાઓ ભજવી. જીવન માં આવેલા ઉત્તર ચઢાવ અને તકલીફોનો બહાદુરીથી સામનો કરવો અને પાછું પોતાના પગ પર સક્ષમ રીતે ઉભા થવું એ જેવા તેવાનું કામ જ નથી. હેટ્સ ઑફ ટુ યુ સર.

  હા એમની ઔરા પણ જોરદાર જ હશે તો જ માણસ એટલો એક્ટિવ રહી શકે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s