‘આંગળા કપાયાનો ઘરવ નહોતો તને?
અરે ,જહાંપનાહનાં જલ્લાદની અવાજમાં મને ભીનાશ કેમ લાગી?
બેગમની યાદમાં દિવસ રાત બેચેન સાહેબે આલમે મને દિવસ રાત આરસ ટાંકવાનો સરપાવ આપી દીધો હતો. પણ આંગળા વગરનો કારીગર દીકરાને કારીગરી ન શીખવી શકે?
મારા દડતા પડતા મસ્તકમાંથી લોહીનું ટીપું આંખોમાં અંજાઈ ગયું અને સામે ઉભેલું આખું સંગેમરમર લાલઘૂમ થઈ ગયું…
આ બધુ જોઈ રહેલા મારા દિકરાનો તંગ ચહેરો પણ .
એની વળી ગયેલી એ મૂઠ્ઠી ઓહ, હું એને કેવી રીતે કહું કે ઉમદા અને સાચો કલાકાર કયારેય બદલો ન લઈ શકે.
— નીવારોઝીન રાજકુમાર